ભેદી મોત: દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં માછલીના ટપોટપ મોત થતા તર્કવિતર્ક સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • નાની-મોટી માછલીના મોત થતા પાણી ઉપર આવી ગઈ

દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમા અસંખ્ય માછલીઓના મોતને પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ માછલીઓ કયાં કારણોસર મૃત્યુ પામી તેનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક મહામારીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે માછલીઓના ભેદી મોતને પગલે નગરજનોમાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

એક તરફ કોરોના કાળ ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આજના બનેલા બનાવને પગલે સૌ કોઈને અચંબામાં પડી ગયા છે. આજે દાહોદ શહેરમાં આવેલ ઐતિહાસિક છાબ તળાવમા અસંખ્ય માછલીઓ કોઈક કારણોસર ટપોટપ મોતને ભેટતાં આશ્ચર્ય ફેલાયું છે. આ ઘટનાને પગલે અવર જવર કરતાં લોકો અને તળાવ પાસેથી પસાર થતાં લોકોએ તળાવમાં આ મૃત માછલીઓના દ્રશ્યો જોતા એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતાં લોકો તળાવ તરફ ઘસી ગયાં હતાં. માછલીઓ કયાં કારણોસર મૃત્યુને ભેટી હશે? તે સવાલ હજુ પણ લોકોને સતાવી રહ્યો પરંતુ જ્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આવા સમયે છાબ તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને પગલે અનેક તર્ક વિતર્ક સહિત લોકોમાં ફફડાટ પણ ફેલાતો જોવા મળ્યો હતો. અસંખ્ય માછલીઓના ભેદી મોતને પગલે લાગતા વળગતાં તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરી તાતી જરૂરીયા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: