ભેજાબાજો જેલ ભેગા: લીમડીની મહિલાને ગીફ્ટ આપવાની લાલચ આપી 5.42 લાખ ઠગનારા બંટી બબલી ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- એલસીબી પોલીસે નાઈજીરીયન યુવક અને મુંબઈની યુવતિને મુંબઇથી જ ઝડપયા કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પુછપરછ શરુ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીમાં સાતેક માસ પહેલા એક મહિલાને તેના ફેસબુર એકાઉન્ટ ઉપર બે વ્યક્તિઓએ મિત્રતા કરી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી. જુદા જુદા સમયે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂા.5,42,099 રૂપીયા પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કર્યાની ફરિયાદ મહિલાએ લીમડી પોલીસ મથકે નોંધાવી હતી.
આ બાદ દાહોદ જિલ્લાની તમામ પોલીસે ટેકનીકલ એનાલીસીસ ના માધ્યમથી આ કેસ ઉપર સ્પેશિયલ વોચ ગોઠવી ધ્યાન કેન્દ્રીત કરતાં આખરે 07 માસ બાદ આ કેસના મુખ્ય આરોપીઓ નાઈજીરીયન અને એક મહિલા સહિત બે જણાને મુંબઈથી ધરપકડ કરી દાહોદ ખાતે લઈ આવવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ મહિલા મુંબઈની છે .પોલીસે આ બંન્ને જણાને કસ્ટડીમાં લઈ સઘન પુછપરછનો ધમધમાટ આરંભ કર્યા છે ત્યારે પુછપરછમાં અન્ય છેતરપીંડીના ગુન્હાઓનો પણ ભેદ બહાર આવી શકે છે.
ગત તા.31.08.2020ના રોજ ઝાલોદ તાલુકાના લીમડીમાં રહેતી શર્મિલાબેન કેતનકુમાર દવે દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે બે અજાણી વ્યક્તિઓ દ્વારા શર્મિલાબેનના ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓને પોતાની મન ઘડત વાતો તેમજ લોભામણી વાતોમાં ફસાવી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી. શર્મિલાબેન પણ આ ગીફ્ટની લાલચમાં આવી ગયાં હતાં. જુદા જુદા સમયગાળા દરમિયાન શર્મિલાબેનને અજાણી ફેસબુક ફ્રેન્ડ દ્વારા અલગ અલગ ખાતામાં અલગ અલગ સમયે કુલ રૂા.5,42,099ની માતબર રકમ પડાવી લીધી હતી અને ત્યાર બાદ કોઈ ગીફ્ટ ન મોકલતાં અને શર્મિલાબેન પોતે છેતરાયા હોવાનું અનુભવ થતાં પરિવાર સાથે તેઓ લીમડી પોલીસ મથકે જઈ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ભુતકાળમાં પણ દાહોદ જિલ્લામાં આવા અનેક બનાવો બન્યા હોવાના રેકોર્ડાની તલસ્પર્શી તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા પોલીસ ટીમે આરંભ કર્યા હતો. આ તપાસમાં પોલીસે ટેકનીકલ એનાલીસીસની મદદ સહિત અન્ય તપાસો પણ હાથ ધરી હતી અને મળેલ બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલ મુંબઈની મહિલા હેયો મીયંગ અને નાઈઝીરીયાનો પ્રિન્સ ઈફેની મન્ડુકસાઈ નામના આ બંન્ને વ્યક્તિઓને દાહોદ એલ.સી.બી.પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી દાહોદ લઈ આવ્યાં હતાં.
દાહોદ લાવતાંની સાથે જ આ બંન્ને વ્યક્તિઓના કોરોના રિપોર્ટાે સહિત મેડીકલ ચેકઅપ પણ હાથ ધરવામાં આવ્યાં હત. જાણવા મળ્યા અનુસાર આ બંન્નેના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે ત્યારે આ બંન્ને વ્યક્તિઓને હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં સઘન પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે જો પોલીસ દ્વારા આ બંન્નેની સઘન પુરછપરછ કરવામાં આવે તો આ લોકો દ્વારા બીજા કેટલા લોકોને પોતાના કારનામાથી નિશાન બનાવ્યાં હશે? તેવી અનેક હકીકતો બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed