ભાસ્કર વિશેષ: સરકારી ટેબલેટની વર્ષથી રાહ જોતા 1185 વિદ્યાર્થીઓ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 1000 રૂપિયા ભરી નવજીવન કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું
- દાહોદમાં સરકારી સ્કીમ મુજબ વિદ્યાર્થીઓ દ્વારા રૂા.1000 લેખે કુલ રૂા.11,85,000 ભરવામાં આવ્યા હતા
દાહોદની વિવિધ કોલેજોની જે તે ફેકલ્ટીઓમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ રૂ.1000 માં સરકારી યોજના હેઠળનું ઈ- ટેબલેટ મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. સરકારી સ્કીમ મુજબ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે એક વર્ષ અગાઉ રૂ.1000 ભરીને ટેબલેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પૈસાનું રોકાણ કરી રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એક વર્ષ બાદ પણ હજુસુધી ટેબલેટ નહીં મળતા વિદ્યાર્થીઓ અટવાયા છે. બીજી તરફ ટેબલેટ વિતરણ ક્યારે કરવામાં આવશે તે બાબતે સંસ્થાઓના આચાર્યો પણ જવાબ આપવામાં મૂંઝવણ અનુભવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફક્ત દા.અ.મ.સા. એજ્યુકેશન સોસા. સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જ 1185 વિદ્યાર્થીઓએ જ રૂ.1000 લેખે કુલ રૂ.11,85,000 ભરી ટેબલેટ મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ 1185 વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી લીધા તેમણે જમા કરાવેલા રૂ.11.85 લાખ પણ એક વર્ષ પહેલા તા.1 જાન્યુ.2020ના રોજ રૂ.11.21 લાખ અને તા.3 ફેબ્રુ.2020 ના રોજ અન્ય રૂ.64,000 મોકલી દેવાયા છે. અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ક્યારના ટેબલેટ મળી ગયા છે ત્યારે દાહોદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહ્યાં હોઈ આચાર્યની ઓફિસે દરરોજ પૃચ્છા આદરે છે. સાથેસાથે વર્તમાન શૈક્ષણિક સત્ર પુરું થવામાં પણ હવે ઓછો સમય બાકી રહ્યો છે.
દરરોજ વિદ્યાર્થી પૂછપરછ માટે આવે છે
2019-2020ના પ્રથમ વર્ષના આશરે 1500 પૈકી 1185 વિદ્યાર્થીઓએ રૂપિયા એક- એક હજાર ભરીને ટેબલેટનું બુકીંગ કરાવેલું. જે હજુ સુધી તેમને નહીં મળતાં દરરોજ અનેક વિદ્યાર્થીઓ આ બાબતે પૂછપરછ કરવા આવે છે. તો સરકારે સત્વરે નિર્ણય લઈ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. >ડો.બી.સી.ચૌધરી, આચાર્ય, નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
પૈસા ભર્યા બાદ ટેબલેટ મળવું જ જોઈએ
હું સામાન્ય પરિવારમાંથી આવું છું. એક વર્ષ પહેલાં 1000 રૂ. ભરીને ટેબલેટ બુક કરાવેલું પણ હજી સુધી અમને એ મળ્યું નથી. તો સરકાર અમને ટેબલેટ આપે અથવા તો વ્યાજ સાથે અમારા બધાના પૈસા પરત કરે તેવી અમારી માગ છે. – સંજય સંગાડા, બી.એ. બીજા વર્ષનો વિદ્યાર્થી
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed