ભાસ્કર વિશેષ: સંજેલીની આંગણવાડીમાં 1500 બાળકો ગણવેશથી વંચિત

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • રજિસ્ટરમાં નોંધાયેલી સંખ્યા નહીં પરંતુ હાજર સંખ્યા પ્રમાણે જથ્થો ફાળવાયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં હાજર બાળક પ્રણે ગણવેશનો જથ્થો ન ફાળવાતા 1500 જેટલા બાળકો ગણવેશના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો બાળકોએ ગણવેશ માટે માતાપિતાને બજારમાંથી ખરીદવા મજબૂર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના 56 ગામોમાં 137 આંગણવાડી કેન્દ્રો આવેલા છે, જેમાં પાંચ સેજાનો સમાવેશ થાય છે.

જેમાં કુમાર 3318 અને કન્યા 3143 મળી કુલ 6461 બાળકોની રજીસ્ટર સંખ્યા નોંધાયેલી છે. પરંતુ હાલ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં ત્રણથી છ વર્ષના બાળકોને બે જોડી (યુનિફોર્મ) ગણવેશ આપવાનો અને ત્રણ જુલાઇ શનિવાર સુધી બાળકોને યુનિફોર્મ વિતરણ કરી માહિતી જીલ્લા પ્રોગ્રામ ઓફિસરને મોકલી આપવાનો આદેશ કર્યો છે. પરંતુ સંજેલી તાલુકામાં નોંધાયેલી સંખ્યા કરતા હાજર સંખ્યા પ્રમાણે ગણવેશનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.

જેથી તાલુકામાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં ઘણાં બાળકોને ગણવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. હાલ તો મોટાભાગના આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોને ગણવેશથી વંચિત ન રહી જાય તે માટે મળતી માહિતી પ્રમાણે બે જોડી ગણવેશ વિતરણના આદેશને નેવે મૂકી ત્રણથી પાંચ વર્ષના બાળકોને બે જોડી અને છ વર્ષના બાળકને એક જોડી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમ છતાં પણ સંજેલી બજાર સહિત તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં કેટલાંક બાળકોને એક ગણવેશથી પણ વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેથી વંચિત રહેલા બાળકો અન્ય બાળકના ગણવેશને જોઈને ગણવેશ માટે માતાપિતાનો પીછો પકડ્યો છે.

એક- એક ગણવેશ જ અપાયો
સરકાર દ્વારા એક બાળકને બે ગણવેશની જાહેરાત કરી છે પરંતુ ડુંગરા કટારા ફળ્યા સહિત સંજેલી તાલુકાની આંગણવાડી કેન્દ્ર દ્વારા બાળકોને એક એક જોડી ગણવેશ વિતરણ કરવામાં આવ્યો છે >મનીષભાઈ બારિયા, ડુંગરા
સેજા દીઠ જથ્થો ફાળવ્યો છે
સંજેલી તાલુકાની કુલ 137આંગણવાડી કેન્દ્રોમાં કુમાર 3318 અને કન્યા 3143 મળી કુલ 6461 બાળકો રજિસ્ટરમાં નોંધાયેલા છે. જેમાંથી કુમાર 2581 અને કન્યા 2347 મળી કુલ 4928 બાળકોનો જથ્થો જિલ્લા કક્ષાએથી ફાળવવામાં આવ્યો છે. જે સેજા દીઠ વિતરણ કરી દેવામાં આવ્યો છે.> સતીષ ડામોર,સંજેલી આઈસીડીએસ ક્લાર્ક

આંકડો આવ્યા બાદ ડિમાન્ડ કરાશે
આંગણવાડી કેન્દ્રોમાં હાજર સંખ્યા પ્રમાણે ગણવેશનો જથ્થો આવ્યો હતો. જે એમ એસ બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનોને વિતરણ કરવા માટે આપી દીધો હતો. વિતરણની કામગીરી શરૂ છે. એમ એસ બેહનો દ્વારા કેટલા બાળકો ગણવેશ વિના રહી ગયા છે તેનો આંકડો આવ્યા બાદ ડિમાન્ડ કરવામાં આવશે.>રાજનભાઇ ડબગર,આઇસીડીએસ સંજેલી આંકડા મદદનીશ .

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: