ભાસ્કર વિશેષ: વૃક્ષોને ટેકો આપી દાહોદમાં પર્યાવરણ દિન ઉજવાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રેલ્વે પરિસરની વૃક્ષારોપણ સાઈટ ખાતે સફાઈ અભિયાન સાથે વૃક્ષોની માવજત લેવાઈ હતી. - Divya Bhaskar

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રેલ્વે પરિસરની વૃક્ષારોપણ સાઈટ ખાતે સફાઈ અભિયાન સાથે વૃક્ષોની માવજત લેવાઈ હતી.

  • દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે વૃક્ષારોપણ સાઈટનું સફાઈ અભિયાન

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગત ત્રણ વર્ષ દરમ્યાન ઉછેરવામાં આવેલ વૃક્ષારોપણની સાઈટ ખાતે સફાઈ સાથે વૃક્ષોની માવજતનું અભિયાન છેડાયું હતું. દાહોદના વિવિધ વિસ્તારોમાં મંડળ દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ થાય છે તે અંતર્ગત આ વર્ષે પણ વૃક્ષારોપણ થનાર છે. પરંતુ તે પૂર્વે તારીખ 6 જૂન 2021ના રોજ અગાઉના વર્ષોમાં આ વિશાળ પરિસરમાં ઉછરી ચુકેલા 1200 જેટલા વૃક્ષોની માવજત લેવાનો કાર્યક્રમ યોજી નવતર રીતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો‌.

આ વખતે કોરોનાકાળમાં આ દિવસની અન્ય જાહેર ઉજવણી ન કરાતા પરેલ વિસ્તારની ગંદા કૂવા પાસેની વૃક્ષારોપણ સાઈટ ખાતે ગત ત્રણ વર્ષોમાં મોટી સંખ્યામાં થયેલા વૃક્ષારોપણ બાદ આ મોટા વિસ્તારમાં માવજત બાદ ઉછરેલા વૃક્ષોની સારસંભાળ, નિંદામણ કાઢવું, સાફસફાઈ કરવી, પ્લાસ્ટીક સફાઈ, ઢળી પડેલા વૃક્ષોને ટેકો આપી મૂળ પરિસ્થિતિ આપવા જેવા કાર્યો રવિવારે તારીખ 6 જૂનના રોજ કોવિડ-19ની‌ સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ઉપસ્થિત સભ્યોએ સંપન્ન કર્યા હતા.

મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીના માર્ગદર્શનમાં મંડળના સ્થાપક અજય દેસાઈ સહિત અનેક સભ્યો આ કાર્યમાં ઉપસ્થિત રહયા હતા. તો રેલ્વેના અધિકારી શંકરભાઇ રાઠોડે પણ પ્રસંગોચિત ઉપસ્થિતિ દાખવી મંડળના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો.

બારેય માસ વનશ્રીના જતનનો સંકલ્પ જરૂરી
વિશ્વ પર્યાવરણ દિવસની ફક્ત એક દિવસીય ઉજવણી કરવાને બદલે વિવિધ પ્રવૃત્તિઓના આયોજન સાથે સમગ્ર વર્ષભર વનશ્રીનું જતન કરીએ એવા સંકલ્પ સાથે જ પ્રકૃતિ મિત્ર મંડળ કટિબદ્ધ થયું છે. > શાકિર કડીવાલા, મંત્રી, પ્રકૃતિ મિત્ર મંડળ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: