ભાસ્કર વિશેષ: ‘મારા ગામનું બાળક, કોરોનામુક્ત બાળક’ના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લામાં વર્કશોપ યોજાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોજન કરાયું

કોરોના સંક્રમણ બાળકોમાં અટકાવવા અને સંભવિત ત્રીજી લહેરમાં બાળકો કોવિડના શિકારના થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મારા ગામનું બાળક, કોરોનામુક્ત બાળક ઉદ્દેશ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, દરેક બાળક સુધી પહોંચીને આપણે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવાનું છે. જે સૂચનો અને માર્ગદર્શિકા હોય તેનું પાલન કરી બાળકોને સંરક્ષણ પુરૂં પાડવું ખૂબ જ જરૂરી છે. જીલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાએ બાળકોમાં સંક્રમણ અટકાવવા માટે સમગ્ર જિલ્લાની ટીમ ખાસ કરીને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને પદાધિકારી આગળ આવી બાળકોને આ મહામારીથી બચાવવા અભિયાન સ્વરૂપે કામ કરવું જોઇએ.

કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, બાળકોના સ્વાસ્થ્યની જાળવણી અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જે માટે વહીવટી તંત્રે તમામ જરૂરી પગલાઓ લીધા છે. જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું કે, કોરોનાથી બચવા વેક્સિનની મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.

બાળ આયોગના પ્રોગ્રામ ઓફીસર શતાબ્દી પાંડે દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ અને બાળકોમાં સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય તેની માહિતી આપી હતી. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડ તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જે. કુરેશી ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: