ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગર્ભમાં રહેલા બે બાળકો પૈકી બાળકીનો તંદુરસ્ત હાલતમાં જન્મ થયો
- દાહોદની મહિલાને એક બાળક ખોડવાળું હોઈ મૃત હાલતમાં જન્મ્યું
દાદી બનવાની વયે દાહોદમાં એક પ્રૌઢાએ એક સંતાનને જન્મ આપ્યો છે. દાહોદ નજીક આવેલ મધ્યપ્રદેશના મેઘનગરના રહેવાસી ચેતનાબેન ચૌહાણ નામે એક મહિલાએ 56 વર્ષની ઉંમરે તા.22ના રોજ એક બાળકીને જન્મ આપ્યો છે. ચેતનાબેન અને તેમના બે વર્ષ બાદ નિવૃત્ત થનાર શિક્ષક પતિ અજીતસિંહ ચૌહાણ, પોતાના લગ્નના 30 વર્ષ દરમ્યાન અનેક દવા અને બાધા-આખડીનો સહારો લેવા છતાં સંતાનવિહોણા રહ્યાં હતા.
બાદમાં તેઓએ દાહોદના ડૉ કેતન પટેલનો સંપર્ક કરતા તબીબે આ ઉંમરે ગર્ભ ધારણ કરવાના જોખમની ગણતરીઓ બાદ પણ દંપતિની વિનંતી ધ્યાને લઈ સારવાર આરંભતા સુખદ પરિણામરૂપે ચેતનાબેનને ગર્ભ ધારણ કર્યા બાદ સઘન દેખરેખ હેઠળ રખાતા તેમને એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. ચેતનાબેનને ડાયાબિટીસ સાથે બી.પી.નો પ્રોબ્લેમ પણ હતો એટલે હાઈ રિસ્ક હતું. પણ તબીબની જહેમતથી સુખદ અંત સાથે 2 કિગ્રાની બાળકીનો જન્મ થયો છે. દાહોદના આશીર્વાદ હોસ્પિટલના ગાયનેક તબીબ ડૉ. કેતન પટેલના જણાવ્યા મુજબ, માતા અને પુત્રી સંપૂર્ણ સ્વસ્થ છે.
બે બાળક પૈકી એક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું
સામાન્ય રીતે આમ તો 45 વર્ષની ઉંમર બાદ કોઈપણ મહિલા માટે કુદરતી રીતે મા બનવું અશક્ય હોવા સાથે અને યુવાન વય કરતા વધુ જોખમ હોય છે. 56 વર્ષીય ચેતનાબેનને આઈ.વી.એફ.(ટેસ્ટ ટ્યુબ બેબી)નો પ્રયાસ કરતા જ પ્રથમ પ્રયાસ જ સફળ રહ્યો. તેમના ગર્ભમાં બે બાળકો હતા પણ સોનોગ્રાફીમાં નોંધાયું કે એક બાળક ખોડખાંપણવાળું હતું એટલે તે ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું. તા.22-2-’21 એ સિઝેરિયન દરમ્યાન એક બાબો મૃત અવસ્થામાં અને એક બેબી તંદુરસ્ત આવતા દંપતી અને પરિવારમાં હર્ષ ફેલાઈ ગયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed