ભાસ્કર વિશેષ: બોરડીમાં માલગાડીને હોનારતથી બચાવનાર પોઇન્ટમેનને જી.એમ દ્વારા સન્માનિત કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- એક્સલમાં ધુમાડો નીકળતો જોઇ ગાડી રોકાવી આગ ઓલવી હતી
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં ઉતકૃષ્ઠ કામ કરનારા બે કર્મચારી સહિત પશ્ચિમ રેલવેના જી.એમ અલોક કંસલે કુલ 15 કર્મચારીઓને વર્ચુઅલ માધ્યમથી ‘મેન ઓફ ધી મન્થ’ ગણાવી સન્માનિત કર્યા હતાં. જેમાં દાહોદના બોરડીના એક પોઇન્ટમેનનો પણ સમાવેશ થયો હતો. નવેમ્બર 2020માં ઉત્કૃષ્ઠ કામ કરનારા રતલામ મંડળમાં સમાવિષ્ઠ દાહોદ તાલુકાના બોરડી ગામમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવતા ફકરૂરામને સન્માનિત કરાયા હતાં.
ફકરૂરામે પોતાની ફરજ દરમિયાન બોરડીમાં માલગાડી કેઆરસીએ સ્ટાર્ટ થયા બાદ તે ગાડીના બ્રેકવાનથી 24માં ડબ્બાના એક્સલમાં ધુમાડો નીકળતો જોયો હતો. જેથી આ મામલે તાત્કાલિક અસરથી સ્ટેશન માસ્તરને જાણ કરીને માલગાડી રોકાવી હતી. આ ઉપરાંત વિલંબ કર્યા વગર અગ્નિશનમ યંત્રની મદદથી આગ પણ ઓલવી હતી. આ કામગીરી બદલ ફકરૂરામને રતલામ મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તાએ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપ્યો હતો.
Related News
કાર્યવાહી: લીમડી-ચાકલીયા ચોકડીથી 1.46 લાખના દારૂ સાથે 1 ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
દુર્ઘટના: દાહોદમાં ઘરમાં શોટસર્કિટથી આગ લાગતા 3 બાળકો દાઝ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed