ભાસ્કર વિશેષ: બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાનો લાભ લોકો સુધી પહોંચે છે કે નહીં તેની સમીક્ષા થઇ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદમાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં સાંસદે લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી કામોનું આયોજન કરવા તથા શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, સ્માર્ટ સીટી અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી. રાજયમંત્રી બચુભાઇ ખાબડે બેઠકમાં યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત કરી આટોપવામાં ઉપરાંત ગુણવત્તાભેર કામો કરવા પર ભાર મૂકયો હતો.
તેમણે સિંચાઇ યોજનાઓની કામગીરી પણ ત્વરાથી કરવા જણાવ્યું હતું જેથી ખેડૂતો યોગ્ય સમયે તેનો લાભ ઉઠાવી શકે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ, પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણીને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને બન્ને મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય સર્વે રમેશભાઇ કટારા, વજેસિંગભાઇ પણદા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિમાના, ડીઆરડીએ નિયામક સી.બી બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed