ભાસ્કર વિશેષ: પીપલોદમાં હાટબજાર બંધ રહેતાં હાથ મજૂરીયા બેરોજગાર બનતાં જીવન ગુજારવું મુશ્કેલ બન્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તૈયાર કરેલો માલ ન વેચાતાં આર્થિક ખેંચતાણ : ઘણાં સ્થળે હાટ ભરાય છે

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે થોડા સમય અગાઉ ગુણા સાલિયા રોડ ઉપર સાપ્તાહિક શનિવારે હાટ બજાર ચાલુ કરવામાં આવ્યું હતું. જે હાટ બજાર દેશ વ્યાપી કોરાની મહામારીના લીધે સરકારના ફરમાવેલ લોકડાઉનના કારણે બંધ કરી દેવાયુ હતું.હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ દાહોદ જીલ્લામાં અમુક જગ્યાએ હાટબજાર ચાલુ થઇ ગયા છે. ત્યારે પીપલોદ ગામે પુનઃ હાટબજાર ચાલુ કરાવવા લોક માંગ ઉઠી છે.

હાટ બજારમાં આસપાસના ગામડાના લોકો અનાજ, કઠોળ, શાકભાજી વગેરેનું લે-વેચ કરે તેમજ ગામડામાં હજી પણ ઘણા પરિવારો વાસમાંથી ટોપલા, સૂપડું, ઝાડુ, રોટલા મુક્વાની પઢાળી તેમજ તાડ-ખજૂરના પાંદડા માંથી ઝાડુ ,શેતરંજી જેવી વસ્તુઓ તૈયાર કરી બજારમાં વેચીને પોતાના પરિવારના પેટના ખાડા પૂરતા હોય છે. પરિવારોને આર્થિક પરિસ્થિતિમાં થોડો હળવાસ રહે તેઓ રોજી રોટી ઘર આંગણે મળી રહે તેમાટે પીપલોદ ગામે પુનઃ હાટબજાર ચાલુ કરાવવા હાથ મજુરીયા, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના લોકો માંગ કરી રહ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: