ભાસ્કર વિશેષ: દેવગઢ બારિયા તાલુકામાં બાળકોને શિક્ષણ મળે માટે દાતાઓએ 26 ટીવી દાનમાં આપ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાતાઓ દ્વારા મળેલી T.V વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar

દાતાઓ દ્વારા મળેલી T.V વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

  • બી.આર.સી ભવન દે.બારિયા ખાતે ટીવી વિતરણનો કાર્યક્રમ યોજાયો

બી.આર.સી ભવન દે.બારિયા ખાતે ડી.પી.ઈ.ઓ. મયુર પારેખની પ્રેરણાક્ષી વિવિધ દાતાઓ દ્વારા મળેલ ટીવી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ચેનલ મા૨ફતે અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવી ૨હ્યો છે. પરંતુ દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારોમાં વાલીઓ પાસે ટીવી પણ નથી. જેથી આ શિક્ષણ મેળવવું એમના માટે શક્ય નથી.

ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના બી.આર.સી. કો.ઓ. ધર્મેશ એમ. પટેલ તથા તમામ સી.આર.સી.કો.ઓ.ના પ્રયાસો થકી તાલુકામાંથી ઘણા આચાર્ય અને શિક્ષક મિત્રો તરફથી સામાજીક કાર્યકરો અને ખુદ 8 જેટલા સી.આર.સી. કો.ઓએ મળી કુલ 26 ટીવી દાનમાં મેળવ્યા છે. જેનુ વિતરણ બુધવારના રોજ ડીપીઈઓની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જ્યાં ટીવી નથી એવા ફળિયામાં લગાવવામાં આવશે અને તેનાથી 500થી વધું બાળકો શિક્ષણ મેળવશે.

આ પ્રસંગે ટી.પી.ઈ.ઓ. ભરવાડ, દાતાઓ, સી.આર.સી.મિત્રો, બંને સંગઠનના હોદ્દેદારો તથા વાલીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામને ડી.પી.ઈ.ઓ. મયુર પારેખે તમામ દાતાઓને બિરદાવ્યા હતા તથા તેમનું સન્માન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: