ભાસ્કર વિશેષ: દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ 100 પ્રકારના બીજને અંકુરિત કરશે

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો

છેલ્લા ત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિકસિત પરેલ વિસ્તારમાં આવેલ રેલ્વે પ્લાન્ટેશન સાઇટ ખાતે રવિવારે અલગ અલગ સ્થળોએથી એકઠા કરેલા વિવિધ પ્રકારના બીજને પુન: પ્રસ્થાપિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેલના ગંદા કૂવા વિસ્તાર નજીક આવેલ રેલ્વે પરિસરની આ પ્લાન્ટેશન સાઇટ પર નવી કાર્યરત થયેલ નર્સરી ખાતે તા.20 જુને રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં કોવિડ પ્રોટોકોલ મુજબ મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ, પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, મંત્રી શાકિર કડીવાલા સહિત ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ અને પ્લાન્ટેશન કમિટીના સભ્યો જ ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં આશરે દાહોદ પંથકમાંથી લુપ્ત થતાં લગભગ 100 પ્રકારના બીજ પુન: સ્થાપન માટે રોપવામાં આવ્યા છે. જે આ નર્સરી ખાતે ઉછેરી ભવિષ્યમાં યોગ્ય સ્થળોએ તેનું વૃક્ષારોપણ કરી દાહોદને જે તે વૃક્ષની લુપ્ત પ્રજાતિથી ફરીથી પલ્લવિત કરશે. આ પ્લાન્ટેશન સાઈટના ગેટ નં. 4 પાસે જ પ્લાન્ટેશનને લગતા સામાન, ચીજવસ્તુઓ વગેરે મૂકવા માટે સ્ટોર રૂમ બનાવલ છે. જેનું ઉદ્ઘાટન સુધાંશુભાઈ શાહે કર્યું હતું.

વૃક્ષોને નવતર ઢબે ઉછેરાશે
દાહોદ ખાતે હાલમાં તો રે’ર જ કહેવાય તેવા ધાવડો, શિકાકાઈ, ભૂતડી, લોબાન, ફાલસા, રત્નાંજલિ, અરીઠાં, ટીમરું, ચારોળી જેવા આશરે 100 જેટલાં વૃક્ષોના બીજને ખૂબ જહેમતથી એકઠાં કર્યાં છે. તેને બેગમાં વિશેષ રીતે અંકુરિત કરી આગામી સમયમાં વૃક્ષારોપણ કરીશું.- નાસિર કાપડીયા, વૃક્ષારોપણ કન્વીનર

ખાસ બેગમાં બીજ અંકુરિત કરાશે
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વિવિધ સ્થળોએથી એકઠા કરેલા વિવિધ પ્રકારના બીજને ખાસ રીતે તૈયાર કરેલ બેગમાં પ્રસ્થાપિત કરી પુન: અંકુરિત થયે તેનો મંડળ દ્વારા આગામી દિવસોમાં થનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપયોગ થશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: