ભાસ્કર વિશેષ: દાહોદ ખાતે આવાસ યોજના હેઠળના 195 લાભાર્થીઓને મકાન નંબરની ફાળવણી થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનો ડ્રો યોજાયો હતો. - Divya Bhaskar

આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનો ડ્રો યોજાયો હતો.

  • દાહોદ પાલિકા‌ સભાખંડમાં IHSDP યોજનાના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો

ઈન્ટીગ્રેટેડ હાઉસિંગ એન્ડ સ્લમ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (IHSDP) સંકલિત આવાસ અને શ્રમ વિભાગ વિકાસ કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકા ખાતે 195 લોકોને આવાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.2017માં દાહોદ પાલિકા દ્વારા આ પ્રોજેક્ટની જાહેરાત થતા કુલ 1150 લોકોએ ઓનલાઈન અરજી કરી હતી. જે 480 લાભાર્થીઓનો પણ 2019માં પુન: ઓનલાઈન ડ્રો યોજાતાં 480 લોકો પૈકી 285 લોકોને મકાનના નંબર સાથે આવાસ ફાળવણી થઈ હતી.

આ અંતર્ગત બાકી રહેલા 195 લોકોને મકાન નંબર માટેનો ડ્રો દાહોદ પાલિકા સભાખંડમાં તા. 5 એપ્રિલ 2021ના રોજ યોજાયો હતો. પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દીભાઈ ચલ્લાવાલા, કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોર સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને મકાન નંબરની ફાળવણી કરતા નગર પ્રમુખ રીનાબેને જણાવ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમો કાજે અલગ અલગ આવાસો બનાવવામાં આવ્યા છે પરંતુ, સદભાવના સાથે સહુ એકતા અને અખંડિતતા જાળવીને એકસંપથી રહે તેવી અપીલ કરી હતી. તો સાથે સાથે સહુને કોરોના રસીકરણ માટે પણ તેમણે આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: