ભાસ્કર વિશેષ: દાહોદમાં ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાન થકી જનસંપર્ક સાથે સ્વચ્છતા, વિકાસના કાર્યો થશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ ખાતે ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનનો લોગો લોન્ચ થયો હતો. - Divya Bhaskar

દાહોદ ખાતે ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનનો લોગો લોન્ચ થયો હતો.

  • અગ્રણીઓની ઉપસ્થિતિમાં અભિયાનનો લોગો લોન્ચ કરવામાં આવ્યો
  • ટૂંક સમયમાં દર ગુરુવારે, જે તે વોર્ડના કાઉન્સિલરો જનસંપર્ક કરી વિકાસકામો સાથે ફરિયાદ નિવારણ કરશે

ભાજપા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદ નગરના હિત માટે આરંભ થનાર ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનના લોગોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દાહોદ ભાજપ ઈન્ચાર્જ રાજેશભાઈ પાઠક અને ડૉ હંસાકુંવરબા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાત કૈલાસબેન પરમાર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા સહિત પાલિકાના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવેલ આ ‘લોકહિતમ્ કરણીયમ્’ અભિયાનના લોગો બાદ ટૂંક સમયમાં દાહોદ પાલિકા વિસ્તારમાં આરંભાનાર અભિયાન થકી પાલિકા અને પ્રજાજનો વચ્ચે સંવાદ તથા લોકહિતના કાર્યોનો સેતુ રચાશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: