ભાસ્કર વિશેષ: દાહોદમાં ડિવાઈડર પર રોપાયેલા 3700 વૃક્ષ સુકાઇ ગયા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા ગત વર્ષે થયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ ફ્લોપ શો સાબિત થયો

દાહોદ નગર પાલિકા દ્વારા ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સંપન્ન થયેલ વૃક્ષારોપણ પૈકી 90 % છોડ પાણી નહીં પીવડાવવાને લઈને બળી જવા પામ્યા છે.દાહોદ નગર પાલિકા દ્વારા ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે દાહોદના ગોધરા રોડથી લઇ સ્ટેશન રોડ અને ગરબાડા હાઇવે સુધીના માર્ગે વડોદરાની એજન્સીને કોન્ટ્રાકટ આપી મોટા પાયે વૃક્ષરોપણ કરાવેલું. વૃક્ષારોપણ કરતી વખતે પાતળી પાઇપોમાં વૃક્ષારોપણ કરાતા સહુને અચરજ થયેલું.

જો કે તે વખતે એજન્સી દ્વારા જણાવાયું હતું કે આ નવા પ્રકારની ટેક્નોલોજી છે જેમાં ઓછા પાણી વડે અને ઓછી માવજતથી એક વર્ષમાં જ દાહોદ પાલિકાનો વિસ્તાર હરિયાળો બની જશે. પરંતુ, તે બદલે આ આશરે 10,000 જેટલા વૃક્ષારોપણ પૈકીના 90 % છોડ સમુળગા બળી જવા પામ્યા છે અને દાહોદમાં ઠેકઠેકાણે માત્ર ખુલ્લી પ્લાસ્ટિકની પાઇપો જ દ્રશ્યમાન થાય છે. ત્યારે દાહોદમાં બળબળતા ઉનાળામાં લોકોને શીતળતા મળે તેવા આશયે થયેલ વૃક્ષારોપણને સંપૂર્ણ નિષ્ફળતા મળતા આ બાબતે લોકોમાં ઉગ્ર રોષ જન્મ્યો છે.

રૂ.2000 દીઠ 3700 વૃક્ષો ઉછેરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે
દાહોદ પાલિકામાં વડોદરાની એજન્સી દ્વારા વૃક્ષ દીઠ રૂ.2000 લેખે 3700 ઝાડ ઉછેરવાનો કોન્ટ્રાકટ અપાયો હતો. જેમાં છોડમાંથી વૃક્ષો બને ત્યાં સુધીના 1 વર્ષમાં પાણી પીવડાવવાથી લઇ વૃક્ષની માવજતનો કરાર હતો. પરંતુ, કમનસીબે આ પૈકીના 90 % છોડ, વૃક્ષ બને તે પહેલા જ સૂક્કાંભટ્ઠ બનવા પામ્યા છે.

ગહન તપાસ સાથે જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ
ગયા વર્ષે દાહોદ પાલિકા દ્વારા થયેલ આ વૃક્ષારોપણ આ હદે નિષ્ફળ બન્યું છે ત્યારે આ બાબતની ગહન તપાસ થવી જોઈએ અને પ્રજાના પૈસાના વેડફાટ બદલ જવાબદારોની સામે કડક પગલાં લેવાવા જોઈએ.>અરવિંદ ચોપડા, પૂર્વ કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: