ભાસ્કર વિશેષ: દાહોદમાં ટીકા ઉત્સવમાં 2000થી વધુને કોરોના વિરોધી રસી મૂકાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદમાં ટીકા ઉત્સવમાં બે હજારથી પણ વધુને કોરોના સામે રસી મૂકાઇ - Divya Bhaskar

દાહોદમાં ટીકા ઉત્સવમાં બે હજારથી પણ વધુને કોરોના સામે રસી મૂકાઇ

  • જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 121 સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ મનાવવા કરેલી હાંકલને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ૧૨૧ સ્થળો ઉપર રવિવારે પણ કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત કરવા રસીકરણ શરૂ રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને આપેલા સંદેશા ઇચ વન – વેક્સીનેટ વન, ઇચ વન – ટ્રીટ વન, ઇચ વન – સેવ વન થકી રસીકરણને વધુ વ્યાપક બનાવવા અપીલ કરી, તેનો પડઘો દાહોદમાં સારી રીતે ઝીલાયો હતો.

દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૨૧ સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૪૫ વર્ષથી ઉપરના ૨૦૦૦થી પણ વધુ લોકોને કોરોના સામેની રસી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૩૬૨૬૨ વ્યક્તિને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેમાંથી ૬૩૭૯૫ વ્યક્તિ ૪૫ વર્ષથી ઉપરનાનો સમાવેશ થાય છે. જ્યારે ૪૬૫૧૬ વ્યક્તિને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

મહીસાગરમાં નાગરિકોએ ‘દવાઇ ભી ઓર કડાઇ ભી’ ના સૂત્રમાં સૂર પુરાવ્યો : 45થી વધુ ઉંમરના 65%એ રસી મૂકાવી
મહીસાગર જિલ્લામાં 250 રસીકરણ કેન્દ્રો પર આજના દિવસે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે 2000થી વધુ નાગરીકોએ રસી મૂકાવી કોરોનામાં ઉમદા વાતાવરણમાં “દવાઇ ભી ઓર કડાઇ ભી” ના સુત્રમાં સુર પુરાવ્યો હતો. આરોગ્ય કેન્દ્રો તેમજ નાગરીકોને સરળતાથી પહોંચી શકાય તેવા સ્થળોએ રસીકરણ બુથ શરૂ કર્યા છે. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

મધવાસ પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લેનાર ચેતનભાઇ પરષોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે હું રસીકરણ કરાવવા માટે આવ્યો છું. સૌ નાગરિકો જેમનો વેક્સિન માટે વારો આવ્યો છે તેઓ સૌ સત્વરે વેક્સિન લઇ લે, વેક્સિન લીધા બાદ પણ કોરોના બાબતે સાવચેતીઓનું ધ્યાન રાખવુ ખુબજ જરુરી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ વયના 1.75 લાખથી વધુ લોકોએ રસીકરણ કરાવ્યું છે. જે નિયત લક્ષ્યાંકના અંદાજીત 65 ટકા જેટલું થયું છે. આ ઉપરાંત રસીકરણ કેન્દ્ર ખાતે કોરોના મહામારીની બીજી લહેરથી બચવા માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝેશનની સાથે-સાથે વેક્સીનેશનનું પણ એટલું જ મહત્વનું છે એવી સમજ નાગરિકોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: