ભાસ્કર વિશેષ: દાહોદમાં અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને 51 દિવસની સઘન સારવાર બાદ નવજીવન મળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

તેમના શરીરનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહે તેની ડો. રાકેશ લબાના અને તેમની ટીમ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી
- જોડિયા બાળકોની સારવાર માટે બાળ સખા યોજના અંતર્ગત સહાય મળી
દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદન અસક્ષમ જોડિયા બાળકોને 51 દિવસની સઘન સારવાર બાદ નજીવન મળ્યું છે. વિશેષ વાત તો એ છે કે આ બાળકોના વાલીની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે રાજ્ય સરકારની બાળ સખા યોજના ઉપરાંત તબીબનું માનવતાવાદી વલણ તેમના માટે મદદરૂપ બન્યું છે. દાહોદ તાલુકાનાં દસલાના શ્રમિક પરિવારની આરતિબેન નિકેશભાઈ સંગાડાએ 25 નવેમ્બરના રોજ અધૂરા માસે દાહોદની ખાનગી હોસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો.
બંને બાળકો પૈકી એકનું વજન એક કિલો અને બીજા બાળકનું માત્ર 950 ગ્રામ વજન હતું. અત્યંત નાજૂક હાલતમાં બંને બાળકોને દાહોદની લબાના ચિલ્ડ્રન હોસ્પિટલ માં એનઆઇસીયુમાં રાખવામા આવ્યા હતા.એ દરમિયાન, બન્ને શ્વાસ લેવામાં ભારે તકલીફ હતી. તેના ફેંફસાનો સંપૂર્ણ વિકાસ થયો નહોતો. તેથી બન્ને બાળકોને કાચની પેટી એટલે કે, વોર્મરમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના શરીરનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહે તેની ડો. રાકેશ લબાના અને તેમની ટીમ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી.
સાથે, બન્ને બાળકોને સીપાસ મશીનના સહારે પણ રખાયા હતા. સરફેટન્સ નામક ઇન્જેક્ટશન પણ અપાયા હતા. જ્યાં 51 દિવસની સઘન સારવાર બાદ બાળકો દોઢ કિ.ગ્રા વજન સાથે તંદુરસ્ત જણાતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા ચાલતી બાળ સખા યોજના અંતર્ગત આ ગરીબ પરિવારને સહાય કરવામાં આવી હતી. જ્યાં તેમના બાળ સખા યોજના અંતર્ગત રૂ. 49 હજારની સહાય મળી ઉપરાંત બિલના વધારાની રકમ ડો. લબાનાએ બાળકોના વાલીની સ્થિતિને ધ્યાને રાખીને જતી કરી હતી.
Related News
મહિલા શક્તિને નમન: અભલોડ ગામની આદિવાસી મહિલાઓ પગરખાં બનાવી પગભર થવાની દિશામાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા41 મિનિટ પહેલાલેખક:Read More
અકસ્માત: ગરબાડામાં વાહનની ટક્કરે ઘાયલ બાઇક ચાલકનું મોત, નવાનગરના ભાઇ બહેન બાઇક પર ગાંગરડા જતા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલાRead More
Comments are Closed