ભાસ્કર વિશેષ: દાહોદની ITIમાં પ્રથમ રાઉન્ડના અંતે 1100 બેઠક ખાલી !

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
બસ સ્ટેન્ડમાં પ્રવેશ માટેના પ્રચાર અર્થે પેમ્ફલેટનું વિતરણ કરતો ITIનો સ્ટાફ. - Divya Bhaskar

બસ સ્ટેન્ડમાં પ્રવેશ માટેના પ્રચાર અર્થે પેમ્ફલેટનું વિતરણ કરતો ITIનો સ્ટાફ.

  • 1866 બેઠક સામે માત્ર 768 ફોર્મ જ ભરાયા, સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ માટે ધસારો ઘટતાં ચિંતાનો વિષય
  • ગામડે-ગામડે જઇને સ્ટાફને જનજાગૃતિ ફેલાવવાની ફરજ પડતા પ્રચાર માટે માઇક દ્વારા એલાન કરાવાઇ રહ્યું છે

દાહોદ જિલ્લામાં ધોરણ 10 બાદ સ્કીલ ડેવલપમેન્ટ માટે જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડમીશન ફુલ થઇ જતાં હતાં. જોકે, આ વખતે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા છતાં ગણતરીના વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરતાં ચર્ચાનો વિષય બન્યો છે. જો દાહોદ શહેરની જ ITIની વાત કરાય તો અહીં વિવિધ પ્રકારના 19 ટ્રેડ ચાલે છે અને આ વખતે 1866 બેઠક છે. ભૂતકાળમાં ITIના પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડમાં બેઠકો કરતાં બમણા ફોર્મ આવી જતાં હતાં. જોકે, આ વખતે 5મી તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ 20મીના એક દિવસ પહેલાં સુધીમાં માત્ર 768 ફોર્મ જ ભરાયા છે.

વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ નહીં ભરતા હોવાથી ITIના 21 લોકોના સ્ટાફની ટીમ બનાવી તેઓ ગામડે-ગામડે ફરીને પેમ્ફલેટના વિતરણ સાથે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલિઓને જાગૃત કરી રહ્યા છે. આ સાથે દાહોદ શહેરના જાહેર સ્થળે પણ તેઓ પ્રચાર પ્રસારના કાર્યમાં જોતરાયેલા છે.

આ માટે છ લોકોને સ્ટાફ ગાડી લઇને ફરે છે અને તેમાં માઇક દ્વારા પ્રવેશ માટેની જાગૃકતા ફેલાવવામાં આવી રહી છે. 20મી તારીખે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની ઘોષણા કરવામાં આવે તેમ જોવાઇ રહ્યું છે. ભૂતકાળની સરખામણીએ આ વર્ષે પ્રવેશ માટે ઓછો ધસારો જોવા મળતાં ચિંતા સાથે ચર્ચાનો વિષય પણ બન્યો છે.

સ્કીલ ડેવલપમેન્ટ જરૂરી છે
અમારા સ્ટાફ દ્વારા શહેરના જાહેર સ્થળ અને ગામડે-ગામડે જઇને પ્રવેશ માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે. પ્રચાર માટે ગાડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુમાં વધુ છાત્રો પ્રવેશ મેળવી સ્કીલ ડેવલપ કરે તો ભવિષ્યમાં તેમની માટે લાભકર્તા રહેશે અને સ્કીલ ડેવલપમેન્ટથી જ જિલ્લા અને રાજ્યનો વિકાસ થશે. પ્રવેશ માટેની 20 તારીખ છે પણ હજી બીજા રાઉન્ડ દરમિયાન એડમીશન ફુલ થઇ જશે તેવી મને આશા છે. >એમ.એ કાંચવાલા,પ્રિન્સિપાલ,દાહોદ આઇટીઆઇ

ઓછા ધસારા પાછળના સંભવિત કારણો

  • ધો.10માં માસ પ્રમોશન મળતાં ડિપ્લોમા તરફ ઝોક,
  • અનલોક બાદ છાત્રો માતા-પિતા સાથે મજુરી કામે જતાં રહ્યા,
  • 11માં ધોરણમાં પ્રવેશની પણ અસર,
  • રેલવેમાં એપ્રેન્ટીસ બાદ હવે સીધા નોકરીએ ન લેવાતા

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: