ભાસ્કર વિશેષ: દાહોદના ડબગરવાડમાં ભાજપાના ઉમેદવારો માટે નો-એન્ટ્રીના બેનર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બે અસંતુષ્ટોએ કોંગ્રેસમાંથી અને ત્રણ જણાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યા
  • વોર્ડ નંબર 5ના ભાજપના પૂર્વ કાઉન્સિલર યુસુફ રાણાપુરવાલાએ પણ કોંગ્રેસનો ખેસ પહેર્યો

દાહોદ શહેરમાં ભાજપ દ્વારા નગર પાલિકાના કાઉન્સિલરો માટેનું લિસ્ટ જાહેર કર્યા બાદ જેમને ટિકીટ મળી નથી તે દાવેદારોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. તેના પગલે વોર્ડ નંબર 3ના કાઇદ ચુનાવાલાએ તો રાતોરાત કોંગ્રેસનો ખેસ પહેરી શુક્રવારે ફોર્મ ભર્યુ હતું. બીજી તરફ વોર્ડ નંબર-7માં ટિકીટ નહીં મળતાં સતીષ પરમારે પણ અપક્ષમાં ફોર્મ ભર્યુ હતું. વોર્ડ નંબર 9ના ભાજપના અગ્રણી વિદ્યાબેન મોઢીયાએ અપક્ષ, વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સિલર અરવીંદ ચોપડાએ અપક્ષ, ભાજપની ટિકીટ નહીં મળતાં વોર્ડ નંબર 2માંથી મારીયા ભાટીયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યુ હતું.

આ ઉપરાંત તેમના ડબગરવાડ વિસ્તારમાં તો ભાજપના કોઇ ઉમેદવારે વિસ્તારમાં નહીં પ્રવેશવું તેવું બોર્ડ પણ મારી દીધુ હતું. વોર્ડ નંબર પાંચમાં ભાજપની ટિકીટ નહીં મળતા યુસુફ રાણાપુરવાલાએ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનો નિર્ણય લઇ શનિવારે ફોર્મ ભરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે ગૌશાળા વિસ્તારના વોર્ડ-7ના ઉમેદવાર સુનીલ બારિયા વોર્ડ 9ના રાજુ પરમાર, હાર્દિક બારિયાને પણ ટિકીટ નહીં મળતાં આ વિસ્તારોમાં ભાપજપના ઉમેદવારોએ આવવુ નહીં તેવુ લખાણ સોશિયલ મીડીયા ઉપર ફરતુ થયુ હતું. આ સામે ભાજપના મોભીઓ ડેમેજ કંટ્રોલમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસે શુક્રવારે પણ યાદી જાહેર ન કરી
કોંગ્રેસે નગર પાલિકાના પોતાના ઉમેદવારોની યાદી શુક્રવારે પણ જાહેર કરી ન હતી. ભાજપથી નારાજ થઇને ઉમેદવારો કોંગ્રેસ તરફ આકર્ષાઇ રહ્યા છે ત્યારે યાદી બહાર પાડવાના સ્થાને આ ઉમેદવારો સહિત અન્ય નક્કી ઉમેદવારોને પણ સીધુ મેન્ડેટ જ આપવાનું નક્કી કર્યુ હોય તેમ લાગી રહ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: