ભાસ્કર વિશેષ: દંપતીનો ખુલ્લા પગે 30 હજાર કિ.મી.નો પ્રવાસ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
ખુલ્લા પગે ભારતભ્રમણે નીકળેલા રાજસ્થાન રાજ્યના દંપતીનું દાહોદમાં પગપાળા આગમન થયું હતું.
- નેપાળ સહિત ભારતના તમામ રાજ્યોનો પ્રવાસ પૂર્ણ, યાત્રા અંતિમ ચરણમાં
- વિશ્વ શાંતિના શુભ સંદેશ સાથે દાહોદમાં આગમન, 27 માસ પૂર્વે પ્રવાસનો આરંભ કર્યો હતો
27 માસ પૂર્વે અર્થાત્ કોરોનાના આરંભના લગભગ એક વર્ષ પૂર્વેથી વિશ્વશાંતિના સંદેશ સાથે ખુલ્લા પગે આરંભેલી પદયાત્રા કરતા રાજસ્થાનના દંપતીનું દાહોદ આગમન થયું હતું. તા.13 માર્ચ, 2019ના રોજ રાજસ્થાનના બાબા ખાંટુશ્યામના દર્શન બાદ જયપુરના એક ગામના ભવાનીસિંગ અને તેમના પત્ની સુમનકુંવરે વિશ્વમાં ચોમેર શાંતિ સ્થપાય તેવા સંદેશ સાથે ખુલ્લા પગે જ ભારતભ્રમણ કરવાનો નિર્ધાર કરી આરંભેલ યાત્રા અંતર્ગત ભારત અને નેપાળના મોટાભાગના ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા છે. જે અંતર્ગત તા.12મી જુને રાતના તેઓ ગુજરાતના પ્રવેશદ્વાર ગણાતા દાહોદના મહેમાન બન્યા હતા.
દાહોદના જાલતની અવંતિકા રિસોર્ટમાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે રવિવારે ચાલતા આગળ નીકળી ગયા હતા. આ યાત્રા દરમ્યાન તેઓ દ્વારા ભારતના તમામ રાજ્યો અને નેપાળની યાત્રા સંપન્ન થઈ ચુકી છે. તો હવે અંતિમ તબક્કામાં તેઓ ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોએ મુલાકાત લઈને ઓગષ્ટમાં કુલ લગભગ 30,000 કિમી.નો પ્રવાસ સંપન્ન કરીને અંતે બાબા ખાંટુશ્યામના દર્શન કરી યાત્રા પુરી કરશે.
આ દંપતીએ શાંતિના સંદેશ સાથે નેપાળના પશુપતિનાથ સિવાય અયોધ્યા, ગયા, કેદારનાથ, ગંગોત્રી, બનારસ, જગન્નાથપુરી, કાશ્મીર, કન્યાકુમારી, કેરળ, મદુરાઈ, તિરુપતિ બાલાજી સહિત તમામ જાણીતા તીર્થસ્થાનોએ પદયાત્રા કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed