ભાસ્કર વિશેષ: તેલંગાણાના સખી વનસ્ટોપ સેન્ટરે સ્થાનિક પોલીસની મદદથી મહિલાનો તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

મહિલાને તેલંગાણામાં પરિજનો સાથે મેળાપ કરાવ્યો હતો.
- 11 દિવસ આશ્રય આપી તેલુગુ ભાષા જાણકારને સાથે રાખી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું
- દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરેલું ઉમદા કાર્ય, મહિલાના પરિવારજનો 1 વર્ષથી તેની શોધખોળ કરતા હતા
દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા ખાતેના પોતાના વતન પહોંચતી કરી છે. આ મહિલાના પરિવારજનો છેલ્લા એક વર્ષથી તેની શોધખોળ કરી રહ્યાં હતા. આ માટે સખી વનસ્ટોપ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટાફ પણ આ મહિલાના વતનની ભાળ મેળવવા તેલંગાણા ગયો હતો. અને ત્યાંના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સ્થાનિક પોલીસની મદદ લઇને મહિલાને તેના સગાંસંબધીઓ સાથે મેળાપ કરાવવામાં સફળતા મેળવી હતી. દાહોદ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ માટે 11 દિવસ સુધી આ મહિલાને આશ્રય આપીને તેલુગુ ભાષા જાણકારને સાથે રાખીને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
તેલંગાણાની આ 42 વર્ષીય મહિલા રૂરલ રાબડાલ પોલીસ સ્ટેશન દાહોદ વિસ્તારના કાળીતળાઈ ગામના બસ સ્ટેશન પાસે મળી આવી હતી. તેઓ માનસિક રીતે અસ્વસ્થ જણાતા હોય તેમજ રાજ્ય બહારના હોવાનું જણાતા રાબડાલ રૂરલ પોલીસ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. આ મહિલાનું કેન્દ્ર સંચાલક સંધ્યાબેન અને નજમાંબેન દ્વારા કાઉન્સેલીંગ કરતાં તેઓ તેલગુ ભાષા જાણતા હોવાનું જણાઈ આવતા વેસ્ટર્ન રેલ્વે દાહોદના કર્મચારી નીતુ બોસની મદદથી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ આંધ્રપ્રદેશ તેલંગાણાના નિજામબાદમાં આવેલા અંતરિયાળ ગામના હોવાનું જણાયું હતું. ત્યાર બાદ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા, નિજામાબાદ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી મહિલા વિશે માહિતી આપી હતી.
આ મહિલા પોતાના વતન જવા માટે ઘણું ચિંતિત હોય સખી વન સ્ટોપ સેન્ટરે કલેક્ટરની મંજૂરી મેળવી મહિલા પોલીસકર્મીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફને સાથે લઇને તેલંગણા ગયો હતો. જયાં નિજામાબાદના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સ્થાનિક પોલીસની મદદથી મહિલાનું તેના પરિવારજનો સાથે સુખદ મેળાપ કરી આપ્યો હતો. આ મહિલાના ચાર બાળકો છે તેમજ તેમના પતિ પણ તેમની શોધ કરી રહ્યાં હતા.
Related News
તપાસ: મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા નજીક રેલ્વે ગરનાળામાંથી મળી આવતા ચકચાર, પોલીસે યુવતીનું પેનલ પી.એમ કરાવ્યુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલાRead More
રાહત: દાહોદ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed