ભાસ્કર વિશેષ: છાપરીમાં નવ નિર્મિત નંદઘરનું વર્ષના અંતિમ દિને કલેક્ટરે લોકાર્પણ કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ7 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ કલેક્ટર દ્વારા નંદઘરનું લોકાર્પણ.
- 202 આંગણવાડી બનાવવાનું આયોજન, 111 તૈયાર, 71ના કામ પ્રગતિમાં
દાહોદ તાલુકાના છાપરી ગામમાં સંકલિત બાળ વિકાસ યોજના અને મનરેગા કાર્યક્રમ અંતર્ગત નવનિર્મિત નંદઘરનું કલેક્ટર વિજય ખરાડી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લા માં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સરકારના દરેક વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાને કુપોષણ મુકત કરવા માટે જિલ્લા પોગ્રામ અધિકારી સતત પ્રયત્નશીલ રહી દાહોદ જિલ્લાની દરેક આંગણવાડીમાં સ્વછતા જળવાઈ, આંગણવાડી કેન્દ્રની જાળવણી, દરેક લાભાર્થીઓને લાભ મળે, મહામારી દરમિયાન કોઈ લાભાર્થી લાભથી વંચિત ના રહે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં મહામારીના સમય દરમિયાન જયારે બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં બોલાવવામાં નથી આવતા ત્યારે આઈ. સી. ડી. એસ. શાખા દાહોદ દ્વારા મનારેગા સાથે સંકલન કરી કુલ 202 આંગણવાડી કેન્દ્રોનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી કુલ 111 આંગણવાડી કેન્દ્રો નવા બનાવવામાં આવ્યા છે અને 71 આંગણવાડી કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે તથા 20 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત દાહોદ તાલુકાનું છાપરી-1 નંદઘરનું કલેકટર વિજય ખરાડીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા પ્લાનિંગ અધિકારી કે. એસ. ગલાત, ડી.આર.ડી.એ ડાયરેક્ટ સી. ડી. બલાત તેમજ જિલ્લા પોગ્રામ અધિકારી આઈ.સી.ડી.એસ. ડૉ કે. એલ. ગોસાઈ ઉપસ્થિત રહી પોષણ અંગે ચર્ચા કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed