ભાસ્કર વિશેષ: કોરોના સેફ એન્જિનિયરિંગ ફેલોશિપ માટે દાહોદના વિદ્યાર્થીની પસંદગી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક
નીરજ શાહ, પસંદ થયેલ વડોદરાનો વિદ્યાર્થી
- પસંદગી પામેલા બંને હાલમાં મદ્રાસ આઈઆઈટીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થી, બે પૈકી એક વડોદરાનો
હાલ મદ્રાસ આઈ.આઈ.ટી.માં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા દાહોદના યુવાન રુદ્ર પ્રિતેશકુમાર દેસાઈની પસંદગી કોરોના સેફ એન્જીનીયરીંગ ફેલોશિપ કાજે થઈ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા આ માટે ભારતભરની IITS,, NITS, IIITS ક્ષેત્રની અગ્રિમ પંક્તિની વિવિધ કોલેજોમાં ભણતાં 50,342 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 24 જ વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થવા પામી છે.
પબ્લિક સર્વિસ ક્ષેત્રે ખૂબ મહત્વ ધરાવતા આ પ્રોજેક્ટ કાજે દેશના અગ્રીમ પંક્તિના 150 ઉદ્યોગગૃહો દ્વારા કોડિંગ સોફ્ટવેરની ટેસ્ટ બાદ ઇન્ટરવ્યુમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ થયેલી પસંદગી અંતર્ગત નીવડેલા આ 24 પૈકી ફક્ત બે જ ગુજરાતી વિદ્યાર્થીઓ પસંદ થયા છે. હાલમાં મદ્રાસ સ્થિત આઈ.આઈ.ટી.માં કમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દાહોદના રુદ્ર દેસાઈ અને વડોદરાના કૈરવ શાહ, નામે બે ગુજરાતી વિદ્યાર્થીઓ આ કાજે પસંદ થયા છે.
ઉલ્લેખનીય છે કે દેશની પ્રતિષ્ઠિત ઈજનેરી કોલેજોમાંથી આ શિષ્યવૃત્તિ માટે AICTE દ્રારા પસંદ થયેલ લોકો પૈકી વન ટુ વન અથવા પ્રાઈવેટ અથવા સામુહિક સંવાદ પધ્ધતિ વગેરેમાં સ્વૈચ્છિક યોગદાન આપનાર વોલિન્ટીયર્સ અને લીડરને વધુ મહત્વ અપાયું છે.
24 યુવાનોની શું ભૂમિકા? રાષ્ટ્રીય સ્તરની આ ફેલોશિપ માટે દેશભરમાંથી સોફ્ટવેર એન્જીનીયરીંગના પસંદ થયેલ માત્ર 24 વિદ્યાર્થીઓએ કોરોનાકાળમાં રાષ્ટ્રનિર્માણમાં મદદરૂપ થાય એવી ડિજિટલ કાર્યવાહીમાં પ્રદાન કરવા સાથે રિયલ વર્લ્ડ અથવા આધુનિક વેબ એપ્લિકેશન, ઉદ્યોગ જગતની એપ્લિકેશન, સામાન્ય માણસ વાપરી શકે તેવા સોફ્ટવેર બનાવવા વગેરે કરવાનું રહેશે.
2 મહિનાની ટ્રેનિંગ બાદ 6 મહિનાની ઇન્ટર્નશિપ રહેશે
અમને 15 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દેશના પ્રોમિનન્ટ લીડર્સ કે પ્રોફેસર્સ દ્વારા સઘન ટ્રેનિંગ આપશે. અને 6 મહિનાની ઇન્ટર્નશિપ થશે જેમાં જેમાં દેશ કાજે ઉપયોગી નીવડે તેવા કોરોનાને લાગતા લેટેસ્ટ સોફ્ટવેર બનાવાશે. બાદમાં અમારા 24 વિદ્યાર્થીઓની બેચમાંથી અમુકને પસંદ કરીને ડિજિટલ ઈન્ડિયા પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળે. >રુદ્ર પી.દેસાઈ,પસંદ થયેલ દાહોદનો વિદ્યાર્થી
કોરોના સેફ સોફ્ટવેરથી રોજ 500 દર્દીની સારવાર થાય છે
અત્યારે આ કોરોનાસેફ સોફ્ટવેરથી ભારતની અગ્રીમ ગણાતી 200 જેટલી હોસ્પિટલોમાં દરરોજ આશરે 500 જેટલા દર્દીઓની સારવાર થઇ જ રહી છે ત્યારે આ સોફ્ટવેરને વધુ એડવાન્સ બનાવી વધુ લોકો માટે તેનો કેવી રીતે ઉપયોગ થઇ શકે તે કામ અમારે આ ફેલોશિપ હેઠળ કરવાનું છે. દેશ માટે કૈંક કરવા માટેના આ કામમાં પસંદ થવાનો સ્વાભાવિક ગર્વ છે. >કૈરવ નીરજ શાહ, પસંદ થયેલ વડોદરાનો વિદ્યાર્થી
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed