ભાસ્કર વિશેષ: કડાણા સિંચાઇ યોજના થકી દાહોદ જિલ્લાના 29 તળાવોમાં મહી નદીના પાણી પહોંચ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ જિલ્લામાં મહી નદીના પાણીના ઠેરઠેર વધામણા કર્યા હતા. - Divya Bhaskar

દાહોદ જિલ્લામાં મહી નદીના પાણીના ઠેરઠેર વધામણા કર્યા હતા.

  • 10 હજાર હે. જમીનમાં વાવેતર કરનારા મહી નદીના પાણીને ઠેરઠેર વધામણાં

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર સરકારની મહત્વાકાંક્ષી કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાએ સમૃદ્ધિના પાણી લાવવાની શરૂઆત કરી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાને લોકાર્પિત કર્યા બાદ અત્યાર સુધીમાં 29 તળાવો, બે કોતરો અને બે જળાશયો સુધી મહી નદીના પાણી પહોંચી ચૂક્યા છે. દાહોદ જિલ્લાના ખેડૂતોની 10 હજાર હેક્ટર જમીનમાં બારેય માસ સમૃદ્ધિનો પાક લહેરાતો હોય એ દિવસો હવે બહુ જાજા દૂર નથી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કડાણા ડેમ પરથી સિંચાઇ વિભાગ દ્વારા આ યોજના માટે રોજનું 120 ક્યૂસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી પાણી ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે.

કયા તળાવોમાં પાણી નખાયું
ગોઠીબના બે તળાવ, ઉખરેલી, ભંડારા, મારગાળા, જવેસી, જેતપુર, કડવાલ, બાજરવાડા, લીમડી, પારેવા, સાપોઇ, મોટી હાંડી, બિલવાણી, ડોકી, સાકરદા, ખરેડી, ઉસરવાણ, છાપરી, દેલસર, ઝાલત, ઉસરી, લીલર, દેવધા, ગોલાણા, આંબા-3 અને આંબા-4, મુણધા ગામના તળાવોમાં મહી નદીના પાણી પહોંચી ગયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: