ભાસ્કર વિશેષ: કટોકટી દરમિયાન જનસંઘના નેતાઓનું બલિદાન ભૂલાય નહીં : જસવંતસિંહ ભાભોર

લીમખેડાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 25મી જૂનને કાળો દિવસ તરીકે ઉજવે છે : 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં લીમખેડા આર્ટસ કોલેજ મુકામે યોજાયેલ કટોકટીના કાળા દિવસની ઉજવણી અંતર્ગત લીમખેડા તાલુકા ભાજપના હોદ્દેદારોને સંબોધિત કરતા સાંસદે જણાવ્યું હતું કે અન્ય પક્ષો કરતા ભાજપ દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત બની રહ્યો છે. તે પક્ષના ભૂતકાળના સમયમાં બલિદાન આપનારા નેતાઓ તથા વર્તમાનના પ્રમાણિક કાર્યકરો સદસ્યોની મહેનતને આભારી છે. 1975માં 25 મી જૂને ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા સરમુખત્યારશાહીનો ઉપયોગ કરી કટોકટી લાદવામાં આવી હતી.

તે સમયે કોંગ્રેસ વિરુદ્ધ વિચારધારા દાખવનાર જનસંઘના નેતાઓ,અનેક રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષોના આગેવાનો,વિદ્યાર્થી પરિષદો પત્રકારો વિગેરે ઉપર અસહ્ય દમન ગુજારી અનેક નેતાઓ કાર્યકરો વિદ્યાર્થીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. કટોકટી દરમિયાન દેશની સમગ્ર જનતાની સ્વતંત્રતા છીનવાઈ હતી. જનસંઘના કાર્યકરોનું અસહય દમન શોષણ કરવામાં આવ્યું હતું. તેમનો અવાજ દબાવી દેવામાં અવ્યો હતો. જેને કદી ભૂલી શકાય નહીં. જેના કારણે ભારતીય જનતા પક્ષ દ્વારા 25મી જૂને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.

કટોકટીનો સામનો કરવા માટે ભૂતકાળના સમયે નરેન્દ્રભાઈ મોદીએ છુપોવેશ ધારણ કરી ગુજરાતની ધરતી ઉપર સફળ આયોજન હાથ ધર્યું હતું.અનેક સંઘર્ષો બાદ ઇન્દિરા ગાંધીની સરકારે કટોકટી દૂર કરવાનો નિર્ણય લીધો જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.ભાજપે આપેલા વચનો જેવા કે જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ રદ કરવી રામ મંદિરનું ભવ્ય નિર્માણ દાહોદ જિલ્લામાં કડાણા હાફેશ્વર પાણીની યોજનાનું નિર્માણ જેવા અનેક વિકટ પ્રશ્નો સમયસર પૂર્ણ કર્યા છે.

લોકશાહીના રક્ષણ માટે સતત પરિશ્રમ ભાજપ કરી રહ્યો છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ પ્રસ્થાપિત બન્યો છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે આગેવાન કાર્યકરોને જણાવ્યું હતું કે આગામી 27 મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું સંબોધન દરેકે દરેક બુથના કાર્યકરોને સાંભળવા મળે તે મુજબનું આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: