ભરતી: સરકારી માધ્યમિક શાળાઓને 62 શિક્ષકોની થયેલી ફાળવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાની સરકારી શાળામાં વિવિધ વિષયના ૬૨ શિક્ષકોની ફાળવણી કરી છે. આ શિક્ષકોને તા. ૭ને ગુરુવારના સવારે ૧૨ વાગ્યે એમ. વાય. હાઇસ્કૂલ કેમ્પસ સ્થિત જીરૂવાલા સભાખંડમાં નિમણૂંક પત્રો એનાયત કરશે. ઉક્ત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઇ. જોશી, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ ઉપસ્થિત રહેશે. દાહોદ જિલ્લાને અંગ્રેજીના ૧૮, ગુજરાતી અને હિન્દીના ૨-૨, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૨૩ તથા સામાજિક વિજ્ઞાનના ૧૭ મળી કુલ ૬૨ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીની દાહોદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા વધુ સારી બનશે.






Related News

Comments are Closed

%d bloggers like this: