ભય: દાહોદમાં વરસાદી પાણીની લાઈનના ખોદકામમાં ગેસ લીકેજથી અફરાતફરી મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ગોદીરોડ ખાતે વરસાદી પાણીની પાઇપલાઇનના ખોદકામ વખતે અચાનક ગેસ લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી. શહેરમાં વરસાદી પાણીની લાઈન નાંખવા માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે તા.15 ના રોજ બપોરે ગોદીરોડ ખાતે ખોદકામ દરમ્યાન જે.સી.બી.થી થતા ખોદકામમાં અગાઉ નાંખેલી ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા મોટા અવાજ સાથે ગેસ નીકળતા દુરદુર સુધી આવાગમન કરતા લોકો સાથે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો અને દોડધામ મચી જવા પામી હતી.

હાલમાં સેંકડો શહેરીજનો કોરોનાગ્રસ્ત બન્યા છે ત્યારે કોરોનાના સમયે એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે અને શહેરના બહુધા વિસ્તારોમાં સતત ધૂળનું સામ્રાજ્ય જ રહે તે રીતે શહેરમાં વાતાવરણ છે ત્યારે ભલે આ સ્માર્ટસીટીનું કામ છે પરંતુ, લોકોને આવા સમયે ઓછી તકલીફ પડે અને ઝડપભેર રસ્તા સમારકામ પામે સાથે લોકો ધૂળથી બચે તે માટે હવે તંત્ર પણ આવા કાર્યમાં રસ લઈને ઘટતું તે કરે તેવી લાગણી વહી રહી છે. શનિવારે થયેલ ગેસ લીકેજના બનાવમાં જો કે કોઈ જાનમાલનું નુકશાન થયું નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: