ભથવાડા ટોલ નાકેથી 1.86 લાખનો વિદેશી દારૂ જપ્ત

હાલોલ અને મધ્ય પ્રદેશના ત્રણની ધરપકડ

  • Dahod - ભથવાડા ટોલ નાકેથી 1.86 લાખનો વિદેશી દારૂ જપ્ત

    દાહોદ- ગોધરા હાઇને ઉપર ભથવાડા ટોલ નાકા ઉપરથી પોલીસે એક કારમાંથી 1.86 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂની હેરાફેરી કરી રહેલા હાલોલ અને મધ્ય પ્રદેશના મળીને ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

    મધ્ય પ્રદેશ તરફથી વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પીએસઆઇ બી.જી રાવલ સહિતના સ્ટાફે ભથવાડા ગામના ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. જીજે-03-એફઆર-3919 નંબરની મહેન્દ્રા એક્સયુવી કારને શંકાના આધારે રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. ત્યારે આ કારમાંથી 1,86,060 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂની1688 બોટલો મળી આવી હતી. આ મામલે કારમાં સવાર મધ્ય પ્રદેશના રાણાપુર ગામના સંદીપ અર્જુનસિંહ નાયક, અલીરાજપુરના સચીન મોહન ચૌધરા અને હાલોલ તાલુકાના બાપોટીયા ગામના મેહુલભાઇ મનહરભાઇ રાઠવાની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનો પાસેથી ચાર મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યાહતાં. દેવગઢ બારિયા પોલીસે ચારેય સામે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: