ભથવાડામાં લિક્વિડ અફીણ સાથે પકડાયેલા બે રિમાન્ડ પર, પાંચમી તારીખે બંનેના રિમાન્ડ પૂર્ણ થશે, ફરાર યુવકને પકડવાની તજવીજ

દેવગઢ બારિયા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કારમાં 24.45 લાખ રૂપિયાનો 24 કિલો 453 ગ્રામ જથ્થો પકડાયો હતો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા ઉપર એક કારમાંથી 24.45 લાખનો લિક્વીડ અફીણનો જથ્થો ઝડપાયો હતો. આ ઘટનામાં બે યુવક ઝડપાયા હતા જ્યારે એક ફરાર થયો હતો. પોલીસે ઝડપાયેલા બંને યુવકોના 5મી સુધીના રિમાન્ડ મેળવીને પુછપરછ શરૂ કરી છે.ભથવાડા ગામે આવેલા ટોલનાકા ઉપર પોલીસ દ્વારા 27મી તારીખની રાતના ચેકિંગ દરમિયાન આર.જે-27સીએફ-8327 નંબરની સ્વીફ્ટ કારમાંથી સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી પ્લાસ્ટિકની બેગોમાં ભરી રાખેલો લિક્વીડ અફીણનો 24.453 ગ્રામ વજનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે24,45,300 રૂપિયાની કિંમતના અફિણના જથ્થા સાથે ત્રણ લાખ રૂપિયાની કાર અને 15 હજાર રૂપિયાનો એક મોબાઇલ મળીને કુલ 27,60,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના હરસવાડા ગામનો દિપારામ ઉદારામ બન્સનોઇ નામક યુવક ફરાર થઇ ગયો હતો જ્યારેજાલોર જિલ્લાના જ સંચોર ગામના ઓમપ્રકાશ બાબુલાલ સારણ(બિસ્નોઇ) અને સરજનાણીયડી ગામના મનોહરલાલ સંગમારામ સારણ ઝડપાઇ ગયા હતાં. ઓમપ્રકાશ અને મનોહરલાલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેમના પાંચમી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે ફરાર થઇ ગયેલા દિપારામની શોધખોળ શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: