ભથવાડાથી જીપમાં લઇ જવાતા1 લાખના દારૂ સાથે રાજસ્થાનના બેની ધરપકડ

  • દારૂ, 2 મોબાઇલ, બોલેરો, રોકડ મળી 5.14 લાખનો મુદ્દામાલ જપ્ત
  • રાજસ્થાનથી દારૂ ભરી ડાકોર તરફ લઇ જવાતો હતો : બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:00 AM IST

દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જના ડીઆઇજી દ્વારા અસરકારક કામગીરીના હુકમ અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ નાયબ પો.અધિ. લીમખેડાના સીધા માર્ગદર્શનમાં દે.બારિયા સિનીયર પોલીસ સબ ઇન્સ્પેર્કટર એન.જે.પંચાલને પ્રોહી અંગેની બાતમી મળી હતી કે ઝાલોદ-લીમડી તરફથી એક આરજે-09-જીસી-4048 નંબરની બોલેરોે પીકઅપ જીપમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડાકોર તરફ જવાના છે.

જેના આધારે શનિવારના રોજ દેવગઢ બારિયા પોલીસ મથકના એ.પો.કો. વસંતકુમાર માનાભાઇ તથા પોલીસ સ્ટાફના માણસો ભથવાડા ટોલનાકે વોચમાં હતા. ત્યારે બાતમી વાળી બોલેરો પીકઅપ આવતાં તેને ઉભી રખાવી તેના ડ્રાઇવર રાજસ્થાનના પ્રતાપગઢના સાતોલા ગામનો દિલીપ બદ્રીનાથ નાથ તથા તેની બાજુની સીટમાં બેઠેલા સાતોલા ગામનો નટવરસિંહ હીમ્મતસિંહ કિષ્ણાવત (રાજપુત)ની પુછપરછ કરતા સંતોષકારક જવાન નહી આપતાં શંકા જતા ગાડીની તલાસી લીધી હતી. તલાસી દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની 180 મી.લી.ની 1272 બોટલો જેની કિંમત 1,00,248ની મળી આવી હતી. દારૂ, 1000ની કિંમતના બે મોબાઇલ તથા 4,00,000 લાખની બોલેરો ગાડી તથા 12,900 રોકકા રૂપિયા મળી કુલ 5,14,148 રૂપિયાના મુદ્માલ સાથે બન્ને ઇસમોની દેવગઢ બારિયા પોલીસે ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: