ભત્રીજા સાથે છોકરી રહેવા આવી જતાં મારામારી : 3 મહિલા ઘાયલ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોકરીનો નિકાલ કેમ કરતા નથી કહી ચારનો હુમલો

દાહોદ તાલુકાના ખરોદા ગામના ગામતળ ફળિયામાં રહેતા મહેશ ગૌતમ માવી, કલહીગ રૂમાલ માવી, મનસુખ ગૌતમ માવી અને મુકેશ રૂપસિંગ માવી ચારેય જણા રાકેશ મંગાળીયા ભાભોરના ઘરે જઇ બેફામ ગાળો ગોલવા લાગ્યા હતા અને કહેવા લાગેલ કે તમે લીલસિંગભાઇ નારસિંગભાઇ માવીની છોકરી ઉષાબેન તમારા ભત્રીજા પરેશ સાથે રહેવા આવી ગઇ છે.

ત્રણેય મહિલાઓને દાહોદના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવી
​​​​​​​જેથી તેનો નિકાલ કેમ કરતા નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ મહેશ ગૌતમ માવીએ તેના હાથમાં રહેલી લાકડી લીલાબેનને માથાના ભાગે મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા તથા લાકડી મારી હાથ ફ્રેક્ચર કર્યો હતો. કલહીગ માવીએ લીલાબેનના વાળ પકડી બરડાના ભાગે લાકડીઓ મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે મનસુખ માવીએ કશરીબેનને ગડદાપાટુનો ગેબી માર મારી તથા મુકેશ માવીએ તેના હાથમાની લાકડી મારી વનિબેનને જમણા પગની સાથળના ભાગે ઇજા કરી હતી. સાથે ચારેય જણાએ ઘર ઉપર છુટ્ટા પથ્થરો મારી નળીયાની તોડફોડ કરી નુકસાન પણ કર્યુ હતું. અને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતાના ઘરો તરફ જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને દાહોદના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: