ભણતરનો ભાર: દાહોદમાં મોટાભાગના સાઇન બોર્ડ અંગ્રેજીમાં હોઈ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં નકામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરીમાં 200થી વધુ સાઇન બોર્ડનો અંદાજ

દાહોદ સ્માર્ટ સીટી તરીકે આકાર પામી રહ્યું છે ત્યારે ઠેરઠેર સ્માર્ટ સીટી કાર્યવાહી અંતર્ગત જે તે વિસ્તારોના નામની સાથે જે તે વળાંક, ટ્રાફિક રોકવા માટે કે વિવિધ બેનર હેઠળના હોર્ડિંગ્સની ભરમાર જામી છે. દાહોદના બહુધા વિસ્તારોમાં એક-એક રસ્તા ઉપર એકસરખા સાઇન બોર્ડની હરીફાઈ જામી હોય તેમ સાવ નજીક નજીકના અંતરે સાઇન બોર્ડ લગાવી દેવાયા છે. દાહોદના ગોધરા રોડ, સ્ટેશન રોડ, ગોદીરોડ, પડાવ સહિતના વિસ્તારોમાં વિવિધ સૂચનો આપતા સાઇન બોર્ડ જે તે દુકાનદારને આગળનું દ્રશ્ય જોવામાં નડતર રૂપ બને તે રીતે લગાવી દેવાયા છે.

વળી, દાહોદ એ, આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર હોવા છતાંય રસ્તા ઉપર લગાવાયેલ તમામ સાઇન બોર્ડ ગુજરાતી કે હિન્દી ભાષા બદલે માત્ર અંગ્રેજીમાં જ હોઈ સામાન્ય લોકોને આની સમજ જ નહીં પડે તો આનું પાલન કેવી રીતે કરશે તે વાતે લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. એક અંદાજ મુજબ 200થી વધુ સાઇન બોર્ડ લગાવી દેવાયા છે તો સાથે જ વિસ્તારોના નામકરણના સાઇન બોર્ડ પણ લગાવી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: