બોલેરોએ ટક્કર મારતા છકડામાં સવાર 4ને ઇજા

દિવ્ય ભાસ્કર

Aug 10, 2020, 04:00 AM IST

દાહોદ. વાસીયાડુંગરી રોડ ઉપર બોલેરોના ચાલકે પુરઝડપે હંકારી લઇ આવી ખજુરીના પપ્પુભાઇ મેડાના છકડાને ઓવર ટેક કરવા જતા ટક્કર મારતા છકડો ઝાડ સાથે અથડાયો હતો. જેમાં છકડા ચાલક પપ્પુને જમણી આખની પર તથા ખભાની હાસડીમાં ફ્રેક્ચર તથા પુનીયાને ડાબા પગે ફ્રેક્ચર તથા સુબલીને નાની મોટી ઇજા તેમજ પપ્પુભાઇની પુત્રી સોનલને પણ ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. બોલેરો ચાલક ભાગી ગયો હતો. ધાનપુર પોલીસ મથકે બોલેરો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: