બોલાચાલી: સીંગવડ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને બીટીપીના કાર્યકર વચ્ચે તકરાર, ગાડીના કાચ તોડી વિરોધ દર્શાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
બંન્ને પક્ષોની તકરારમાં કાર્યકરોએ ગાડીના કાચ તોડીને ગુસ્સો પ્રગટ કર્યો - Divya Bhaskar

બંન્ને પક્ષોની તકરારમાં કાર્યકરોએ ગાડીના કાચ તોડીને ગુસ્સો પ્રગટ કર્યો

  • કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતા ગાડીના કાચ તોડ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ભાભર અને વિરમગામમાં રાજકીય કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી.

બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તેવામાં બીજી બાજુ સીંગવડ તાલુકા પંચાયતની કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે તકરાર થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

કાર્યકરોએ ગાડીના કાચ તોડ્યા
રાજ્યભરમાં ભરમાં ચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે. તેવામાં વિવિધ પક્ષો વચ્ચે અણબનાવ અને બોલાચાલીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. સીંગવડ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે અણબનાવ બન્યો હતો. આ બંન્ને પક્ષોની તકરારમાં કાર્યકરોએ ગાડીના કાચ તોડીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રસ્તા વચ્ચે ઉભેલી ગાડીના આગળની ભાગના કાચ તોડીને કાર્યકરોએ તકરારને હિંસક સ્વરૂપ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: