બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકને ઇજા, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉસરવાણનો એન્તી બારીયા ગતરોજ બાઇક લઇને તેની સાસરી ભુરી કોતરડી ગામે જતો હતો. ત્યારે ચોસાલા ગામની નદીના નાળા ઉપરથી સામેથી આવતી જીજે-20-એએમ-5316 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી એન્તીની બાઇકને ટક્કર મારતા તે નીચે પડી ગયા હતા. જેમાં તેને ડાબા ખભા ઉપર જમણા હાથની આંગળી પર તથા પગે ફ્રેક્ચર તેમજ શરીરે ઇજાઓ થઇ હતી. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: