બે પરિણીતાની સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેરમાં અન્ય પુરુષ સાથેના આડાસંબંધની શંકાએ ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પતિ વિરુદ્ધ ફરિયાદ
  • ઝાલોદની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લામાં બે પરણિતાઓએ શારીરિક માનસિક ત્રાસ, મારામારી અને દહેજના રૂપિયા મામલે કાઢી મુકતા પતિ તથા સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના ગોદીરોડ ઉપર રહેતા મોહમંદભાઇ લોખંડવાલાના લગ્ન વીસ વર્ષ અગાઉ જેનબબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન વસ્તારમાં 19 વર્ષ અને 14 વર્ષની બે છોકરીઓ છે. મોહમંદભાઇએ લગ્નજીવનના શરૂના ચાર વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ અવાર નવાર ઝઘડો કરી પત્ની તથા છોકરીઓને મારઝુડ કરતો હતો. તેમજ પત્નીના અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો અને નજીવી બાબતે ઘરાથી જતી રહે નહી તર તલવારથી તને જાનથી મારી નાખીશ અને તારી છોકરીઓ પણ ગળુ દબાવી મારી નાખીશ તેવી ધમકીઓ આપી ત્રાસ આપતો હતો. પત્ની છોકરીઓને પહેરેલ કપડે કાઢી મુકતા છેલ્લા ત્રણ મહિનાથી જેનબબેન બન્ને છોકરીઓ સાથે પિયરમાં છે. જ્યારે વાંકોલની ભાવનાબેન ડામોરના લગ્ન દોઢ વર્ષ અગાઉ વાકોલના રામાભાઇ વિનોદભાઇ ડામોર સાથે થયા હતા. લગ્નજીવનના શરૂના બે ત્રણ મહિના જેવુ ભાવનાબેનને સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સસરા, સાસુ તુ મને ગમતી નથી, તને રાખવાની નથી બીજી પત્ની લાવવી છે તેમજ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધનો વહેમ રાખીને હેરાન પણ કરતા હતા. તારે અમારા ઘરમાં રહેવુ હોય તો પિતાના ઘરેથી 2,50,000 લઇ આવ તો તને રહેવા દઇશુ તેમ કહી સસરા તથા સાસુ મ્હેણા ટોણા મારી વિનોદને ચઢામણી કરતા હતા. વિનોદ મારઝુડ કરી ત્રણ વાર ઘરમાંથી કાઢી મુકી હતી. ભાવનાના પિતાએ છોકરીનો ઘર સંસાર બગડે નહી તેથી સમાધાન કરી પરત પતિના ઘરે મોકલી આપી હતી. તેમ છતાં કોઇ પણ ફરક પડ્યો ન હતો આઠ મહિનાથી ભાવનાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી હવેથી તુ પાછી આવીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી પણ આપી હતી. પરણિતાઓએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

0






Related News

Comments are Closed

%d bloggers like this: