બેદરકારી: ​​​​​​​સંજેલીમાં રવિવારે સેનિટાઈઝેશન ન થતા ગ્રામજનોમાં રોષ, ગ્રાંટ ન ફળવાતા સેનિટાઇઝેશન ન થયાનું રટણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સેનિટાઇઝેશન મામલે તંત્રની એકબીજા પર ખો દર્દીના પરિવારો ધંધો કરે છે તંત્રની ઘોર બેદરકારીના કારણે સંજેલીમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે

સંજેલી તાલુકામાં પાછલા એક અઠવાડિયાથી મહામારીની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમ છતાં સ્થાનિક પંચાયત દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનમાં ઉદાસીનતા દાખવવામા આવી રહી છે. રવિવારે બંધના આદેશને વેપારીએ પાલન કર્યું હૉવા છતાં પણ સેનિટાઈઝેશન કરવામા આવ્યુ ન હતુ. તંત્રને રજુઆત કરાતા સેનિટાઈઝેશનની ગ્રાન્ટ ન મળતી હોવાનુ જણાવવામા આવે છે.

સેનિટાઈઝેશનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ સંજેલી સહિત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાએ ફરી માથું ઊંચકતાં સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. 35 જેટલા પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. તેમજ નગરના પ્રાઈવેટ તબીબ સહિત કાપડના વેપારી અને દરજી પોઝિટિવ આવતા ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવી રહ્યાં છે. મોટા ભાગના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યો પણ બિન્દાસ રીતે નગરમાં ફર્યા કરે છે. સંજેલીના વિવિધ વિસ્તારોમાં 25 જેટલા પોઝિટિવ દર્દી છે તેમ છતા પંચાયત તંત્ર પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરીમાં નિષ્ફળ નીવડી રહ્યુ છે.

ગ્રાન્ટ ન ફળવાતા અને વેરાની આવક ન હોવાથી સેનિટાઇઝ ન કરાયુ સંજેલી પચાયત તલાટી કમ મંત્રી વિજયસિંહ રાઠોડે જણાવ્યું છેકે, લોક ડાઉનથી માંડીને આજ દિન સુધી અનેક વખત સેનિટાઈઝેશન કર્યું છે. કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. વેરા વસૂલાતમાંથી સેનિટાઈઝેશન કરવામા આવે છે. પંચાયતની ગ્રાન્ટ ન ફળવાતાં અને વેરા વસુલાતની આવક ન હોવાથી સેનિટાઇઝ કરવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: