બેદરકારી: સંજેલી સબ સેન્ટરનું વીજબિલ બાકી હોવાથી CHC કનેક્શનથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોગ્ય કેન્દ્રની નવીન બિલ્ડિંગમાં આરોગ્યની સુવિધા શરૂ કરવા માંગ
  • વીજળી વિના સુવિધાઓ માટે વલખાં મારતી પ્રજા

સંજેલી ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવિન બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ વીજ કનેકશનની કામગીરી ટલ્લે ચડતા નવીન બિલ્ડીંગમાં તાલુકાની પ્રજાને કોવિડ કેર સેન્ટર જેવી સુવિધાઓથી દૂર રહેવાનો વારો આવ્યો છે. ત્યારે વહેલી તકે વીજ પુરવઠો આપવામાં આવે જેથી તાલુકાના દર્દીઓને સુવિધાઓ મળતી થાય તેવી લોકમાંગ ઉઠી છે.

સંજેલી તાલુકા મથકે આવેલી પીએચસી કેન્દ્રને સીએસસીનો દરજ્જો મળતાં જ તાલુકાની પ્રજાને વિવિધ સુવિધા મળી રહે તે હેતુથી જૂનું જર્જરિત બિલ્ડીંગ તોડી નવુ બહુમાળી ભવન મેલ ફીમેલ સહિતના દસ જેટલા રૂમો ધરાવતા બહુમાળી બિલ્ડીંગ બનાવ્યા છે. બિલ્ડીંગ તો બની ગયું પરંતુ પાડાના વાંકે પખાલી જેવો ઘાટ સર્જાયો છે.

વીજ કનેકશનના અભાવે લાખોના ખર્ચે બનેલ નવીન બિલ્ડિંગનું હાલ કોરોના મહામારી જેવી ગંભીર બીમારીમાં સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સંજેલી ખાતે આવેલ માંડલી રોડ પર આવેલ સબ સેન્ટરનું વીજ બીલ બાકી હોવાથી સંજેલી બસ સ્ટેશન પર નવું બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવું વીજ કનેક્શન આપવામાં આવતું નથી હાલ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. છતાં પણ વીજ કનેકશનની સુવિધાના અભાવે નવીન બિલ્ડીંગમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા કે કોવિડ કેર સેન્ટર જેવી સુવિધાઓનો લાભ તાલુકાની પ્રજાને મળતો નથી.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઠેરઠેર પ્રાથમિક શાળાઓમાં કોરોના દર્દીઓ માટે સુવિધા શરૂ કરવામાં આવી છે પરંતુ લાખોના ખર્ચે બનાવેલી બિલ્ડીંગમાં વીજપુરવઠો મેળવવા માટે તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જેથી પ્રજાને સુવિધા ના અભાવને લઇને જિલ્લા મથક સુધી સારવાર મેળવવા માટે લાંબુ થવા મજબુર બન્યા છે.વહેલી તકે આ નવીનભાઈ બિલ્ડિંગમાં વીજ પુરવઠો પૂરો પાડે જેથી તાલુકાની પ્રજાને ગામમાં જ કરુણા જેવી મહામારીની સુવિધાઓ મળતી થાય તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.

MGVCL દ્વારા કનેક્શનની અરજી સ્વિકારવામાં આવતી નથી
સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને વીજ કનેક્શન માટે એમ.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો આપવા માટે અરજી પણ સ્વિકારતા નથી. અગાઉનુ કોઈ અન્ય બિલ્ડીંગનું વીજ બીલ બાકી હોવાથી અરજી સ્વિકાર તા નથી તેવું જણાવે છે. હાલ કોવિડ સેન્ટર શરૂ કરવાનું છે તેવી પણ જાણ કરી તેમ છતાં પણ વીજ પુરવઠો આપતા નથી.>સમર્થ ખંડેલાવ, બિલ્ડીંગ બાંધકામ એન્જિનિયર

વીજ કનેકશનના પૈસા બાકી છે જે અમારા લેવલના નથી
આરોગ્ય કેન્દ્રના વીજ કનેકશનના પૈસા બાકી છે તે અમારા લેવલના નથી તે કોન્ટ્રાક્ટરના છે કે અન્યના છે તે અમને ખબર પણ નથી.>ડો. એમ.એ.આલમ, THO સંજેલી

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: