બેદરકારી: દાહોદ જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના અધિકારીની જગ્યા જ ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગરબાડા અને લીમખેડાની ચૂંટણી માટે પણ સરકારે હંગામી વ્યવસ્થા કરતા આશ્ચર્ય મહત્વકાંક્ષી જિલ્લામાં જ મહત્વની જગ્યાઓ ભરવામાં સરકારની આળસ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.બીજી તરફ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની જ બે મહત્વની જગ્યાઓ સરકાર દ્રારા ભરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયુ છે.જ્યારે બે તાલુકા પંચાયતોની ચૂંટણી માટે બે માસ માટે હંગામી અધિકારીઓ મુકવામાં આવ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી કામગીરી પ્રભાવિત થવાની સંભાવના રહેલી છે.

દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત,9 તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકાની ચૂંટણીઓ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે તેના માટે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારોની પસંદગી માટે મોવડી મંડળ ફુંકી ફુંકીને કામગીરી કરી રહ્યુ છે.જિલ્લામાં મુખ્ય જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ ખેલાનાર છે ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાઇ ગયુ છે. મતદાર યાદીની પ્રસિધ્ધિ પણ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ કરી દેવામાં આવી છે ત્યારે આગામી ચૂંટણી માટે સરકારે દાહોદ જિલ્લામાં હંગામી વ્યવસ્થા કરી છે.જિલ્લા પુરવઠા અધિકારીને ગરબાડા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી નિયુક્ત કરાયા છે પરંતુ તે જગ્યા કેટલાયે મહિનાઓથી ખાલી છે.

આ જગ્યા બરવી જરુરી હોવાથી સરકારે હંગામી વ્યવ્સ્થા કરીને ચૂંટણી પુરતી આ જગ્યા ભરી છે.તેવી જ રીતે લીમખેડા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીની જગ્યા કાલી હોવાથી અહીં પણ એસડીએમ ચૂંટણી પુરતા જ મુકાયા છે.ત્યારે સૌથી નવાઇ પામવા જેવી બાબત એ છે કે જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટણી નાયબ કલેક્ટર અને અન્ય એક ચૂંટણી મામલતદારની જગ્યા પણ દરકાર સરકાર કરી રહી નથી.જો આ તમામ જગ્યાઓ સવેળા ભરી દેવામાં આવી હોત તો ચુંટમી કામગીરી વધુ સરળ રીતે કરી શકાય તેમ છે પરંતુ સંશોધનિય કારણોસર આ જગ્યા ભરવામાં ન આવતાં આસ્ચર્ય સર્જાયુ છે. દાહોદ જિલ્લાનો સમાવેશ મહત્વકાંક્ષી જિલ્લામાં કરાયાે હોવા છતાં સરકારની બેદરકારીને કારણે ગંભીરતા સામે આપો આપ જ પ્રશ્નાર્થો સર્જાયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: