બેદરકારી: દાહોદ એસબીઆઇ દ્વારા બંડલમાં ઓછી અપાયેલી રૂ500ની 14 નોટો પરત કરાઈ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- 100 બદલે 86 નોટોવાળું અપાયેલું બંડલ ગ્રાહક ગણ્યા વિના જ લઈ જતાં ભૂલ પડી હતી
દાહોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા ગ્રાહકને બંડલમાં ભૂલથી ઓછી અપાઈ ગયેલી રૂ.500 ની 14 નોટો પરત આવેલ ગ્રાહકને પ્રમાણિકતા દાખવીને પરત આપવામાં આવી હતી. તાજેતરમાં દાહોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની માણેકચોક સ્થિત મુખ્ય શાખામાં શહેરની પી.ટી.સી. કોલેજના લેકચરર પ્રા. વિરેન્દ્રભાઈ આર.શાહ, પોતાના ખાતામાંથી રૂ. 5 લાખ ઉપાડવા ગયા હતા. તે સમયે કેશિયરે તેમને રૂ.500 ની નોટના 10 બંડલ આપતા તેઓ ગણ્યા વિના જ લઈ આવ્યા હતા. જે પછી વિરેન્દ્રભાઈએ આ પૈસા જેમને આપવાના હતા તે પાર્ટીને લાવેલ બંડલરૂપે જ આપતા તે પાર્ટીએ નોટો ગણતા તે પૈકી એક બંડલમાંથી રૂ.500 ની 14 નોટો ઓછી જણાઈ હતી.
એટલે તેઓએ તે બંડલ લઈને એસ.બી.આઈ.ના મેનેજર સંજયકુમાર કંથને મળી વિગતો જણાવી હતી. બાદમાં સ્ટેટ બેન્કના કેશિયર યુ.વી.નલવાયાએ સત્વરે તપાસ કરતા તે દિવસની સિલકમાં રૂ.7000 વધતા હોવાનું જાણતા જ જે તે બેન્કકર્મી દ્વારા અજાણતા જ 86 નોટોવાળું બંડલ વિરેન્દ્રભાઈને અપાઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં બેન્ક દ્વારા ગ્રાહકને તૈયારીમાં રૂ. 7 હજાર પરત આપી પ્રમાણિકતાનું દ્રષ્ટાંત બેસાડવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed