બેદરકારી: દાહોદમાં બેંકની બહાર કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સ્થાનિકોની અવારનવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
દાહોદના હનુમાન બજાર સ્થિત બેન્કોની બહાર કોરોના સંક્રમણ ટાણે પણ બિન્ધાસ્ત રીતે લાંબી લાઈનો લાગતા સ્થાનિકોમાં ફડક પેસી છે.દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટંન્સિંગ નહીં જાળવનાર કે માસ્ક નહીં પહેરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલ વિવિધ બેંકો ખાતે દરરોજ સવારથી લાંબી લાઈનો લાગે છે. આ લાઈનોમાં સોશિયલ ડિસ્ટંન્સિંગ સાથે માસ્કના નિયમોનો ખુલ્લેઆમ છેદ ઉડતો જણાય છે.
નિયમોનું પાલન કરાવાય તે અત્યંત જરૂરી
આ માટે અમારા દ્વારા આ બેન્કોના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ અસર નથી. મુદ્દાની વાત એ છે કે ધારોકે બેન્કની બહાર જામતાં આ ટોળામાંથી એકાદ વ્યક્તિ પણ કોરોનાગ્રસ્ત હોય તો તે અજાણતા જ એકસાથે કેટલા બધાને અસર કરી શકે છે. તેમ છતાંય તંત્ર કેમ ચૂપ છે તે નથી સમજાતું! સરકારી તંત્ર જ બેન્કોને સૂચના આપી કોરોનાલક્ષી જે તે નિયમોનું યોગ્ય રાહે પાલન કરાવવા માટે જણાવે તે ખૂબ જરૂરી છે.>કમલેશ રાઠી, સ્થાનિક અગ્રણી
Related News
વિજયોત્સવ: દાહોદ પાલિકામાં સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાયો; 10 જુના અને 26 તદ્દન નવા નગરસેવકો ચૂંટાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
વિવાદ: મીરાખેડીમાં એજન્ટ ઉપર લાકડી-પાઇપથી હુમલો; બે ગાડીઓની તોડફોડ કરાઇ, છ વ્યક્તિઓ સામે ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed