બેદરકારી: દાહોદમાં આરોગ્ય વિભાગ કે પોલીસને જોઇને જ મોંએ માસ્ક બાંધતાં શહેરીજનો, પસાર થયા બાદ પુન: મોઢું ખોલી દેતા હોય છે : બે ટીમો ગોઠવવાની અનિવાર્યતા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, Citizens Who Wear Face Masks At The Sight Of The Health Department Or The Police Open Their Mouths Again After Passing: The Inevitability Of Organizing Two Teams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકા નજીક આવેલ ગાંધી ચોકમાં ગુરૂવારે બપોરના સમયે આવી જ ભીડ સર્જાઈ હતી.

દિવાળી બાદ કોરોના કેસમાં જબરદસ્ત વધારો થવા છતાં દાહોદના બજારોમાં કોરોનાની સરકારી ગાઇડ લાઈનનો રીતસર છેદ ઉડતો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.દાહોદના બજારોમાં ખાસ કરીને બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગોએ અતિશય માત્રામાં ભીડ સર્જાય છે. જેમાં બહુધા લોકો એકમેકથી કોઈપણ પ્રકારનું અંતર રાખ્યા વિના ટોળાના સ્વરૂપમાં ઉમટતા હોય તેમ જણાય છે તો તે પૈકીના મોટાભાગના લોકો માસ્ક વિના જ હોય છે. જે વિસ્તારમાં આરોગ્ય વિભાગની વાન દ્વારા માસ્ક વિહોણા લોકોના રેપિડ ટેસ્ટની કાર્યવાહી ચાલતી હોય છે.

તે વિસ્તારમાં દૂરથી મોઢાં પર રૂમાલ કે માસ્ક બાંધી બેફિકરાઓ હળવેથી પસાર થઈ જાય છે. જ્યારે તે સિવાયના વિસ્તારોમાં તો અનેક લોકો માસ્ક વિના એમ જ બિન્દાસ અને બેરોકટોક અને ફરતા જોવાય છે. દાહોદ નગરપાલિકા નજીક આવેલ ગાંધી ચોકમાં ગુરૂવારે બપોરે આવી જ ભીડ સર્જાઈ હતી.

દાહોદ જિલ્લામાં નવા 15 કોરોના સંક્રમિતો
દાહોદ જિલ્લામાં ગુરુવારે નવા 15 કોરોના સંક્રમિતો નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 230 સેમ્પલો પૈકી 12 અને રેપીડના 1550 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. દાહોદ શહેરના 7, ઝાલોદ અર્બનના 3 અને બારીયા ગ્રામ્યના 2 સાથે ધાનપુરના અને ગરબાડાના 1 -1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. 16 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરીથી સતત વધતા 187 થવા પામી છે. નોંધાયેલા કુલ 2262 દર્દીઓ પૈકી 83 કોરોનાગ્રસ્તોના મૃત્યુ સાથે જિલ્લાના શહેરી વિસ્તારોના કેસની સંખ્યા 1383 અને ગ્રામ્ય વિસ્તારના કેસોની સંખ્યા 879 થવા પામી છે.

દાહોદમાં વધુ એક દુકાન સીલ કરાઇ
દાહોદ શહેરના દોલતગંજ બજારમાં ગણેશ હોઝીયરી હાઉસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ હોવાથી સીલ કરાઈ હતી.દાહોદ પ્રાંત અધિકારી એમ.એમ. ગણાસવા, આરોગ્ય વિભાગના રમેશ લબાના, પાલિકાના આરોગ્ય વિભાગના પુરાણી સહિતની ટીમે પોલીસ વિભાગને સાથે રાખીને દાહોદના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક કર્યું હતું. ત્યારે દોલતગંજ બજારમાં આવેલ ગણેશ હોઝીયરી હાઉસમાં ગ્રાહકોનો ઠસોઠસ જમાવડા સાથે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળતા પ્રાંત અધિકારી દ્વારા સીલ કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: