બેદરકારી: દાહોદમાં આડેધડ ડામર મૂકાતાં પ્રજામાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ વોર્ડ નં.6, 7 અને 8 માં સુધરાઇ સભ્યો પ્રજાજનોનેે પડતી તકલીફ જાણવા નીકળ્યા

દાહોદ નગર પાલિકા પ્રમુખ ‌સહિત હોદ્દેદારો, કાઉન્સિલરો, સ્માર્ટસીટી પ્રોજેક્ટના અને જે તે કામગીરીના અધિકારીઓ અને સ્ટાફ સહિતની ટીમે વોર્ડ નં. 6, 7 અને 8 માં ફેરણી કરી ભૂગર્ભ ગટર, વરસાદી લાઈન કે કડાણા લાઈનના જે કામો ચાલે છે તેનો રૂબરૂ સર્વે કર્યો હતો.

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી સહિતના વિવિધ ભૂગર્ભ કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે નગરપ્રમુખ રીનાબેન પંચાલ, કારોબારી ચેરમેન લખન રાજગોર, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, દંડક શ્રદ્ધાબેન ભડંગ, આ વિસ્તારના કાઉન્સિરો ગોપી દેસાઈ, નૃપેન્દ્ર દોશી, અરવાબેન બાગબાન, જેનબબેન લીમડીવાલા, નસરીન મનસુરી સાથે ભૂગર્ભ, કડાણા અને વરસાદી લાઈનના અધિકારીઓ અને સ્ટાફ પણ જોડાયો હતો. જેમા પ્રજાએ રફ મટીરિયલ સાથે આડેધડ ડામરીકરણ મુદ્દે નગર સેવકો સામે બળાપો કાઢ્યો હતો.

લોકોએ તંત્રના જવાબદારો સમક્ષ રસ્તામાં ખરાબ રીતે ડામરીકરણ થયું હોવાના બળાપા સાથે અગાઉનો ડામર ખોદી નવું કામ થાય તો રસ્તાઓ સતત ઉંચા થતા જાય છે તે ન થાય તેવો‌ સુર રેલાવ્યો હતો.

ટૂંક સમયમાં બધું જ બરાબર થઇ જશે
અમે ભૂગર્ભ કામોનો તાગ મેળવવા સોમવારે નીકળ્યા ત્યારે લોકોએ રસ્તાનું સમારકામ બરાબર નહીં થયું હોવાની વાત કરી. પણ, હજુ તો રસ્તાનું પેચિંગ વર્ક પૂરું થયા બાદ તેના ઉપરથી ડસ્ટ સાફ કરવાનું કામ બાકી છે. હવે વાહનો તેના ઉપરથી આવશે-જશે એટલે ટૂંક સમયમાં એમજ બધું બરાબર થઇ જશે અને જયાં યોગ્ય સમારકામની જરૂર છે ત્યાર અધિકારીઓને વ્યવસ્થિત કરવા સૂચના આપી દીધી છે. >રીનાબેન પંચાલ, નગરપ્રમુખ

થર પાથરીને રસ્તા બનાવવાની પદ્ધતિ ખોટી
રસ્તા ઉપર ડામરના નવા થર પાથરીને રસ્તા બનવાને લઈને દાહોદમાં છેલ્લા એક-દોઢ દાયકામાં તમામ વિસ્તારોમાં રસ્તાઓ આશરે 2થી 3 ફૂટ ઊંચા થઇ ગયા છે. ખરેખર તો જુના રસ્તા ખોદીને નવા બનાવવાનો નિયમ છે ત્યારે એ રીતે હવેના સમયમાં ​​​​​​​રસ્તા ખોદીને એ રીતે બનાવાય તો સ્માર્ટ સીટી દાહોદના રસ્તા લાગે!>પ્રતિક જૈન, નગરજન

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: