બેદરકારી: ગુજરાત મધ્ય પ્રદેશની દાહોદ સરહદે કલેક્ટરની સુચનાનું સૂરસૂરિયું, કોઈ પણ વ્યક્તિના કોરોનાના રિપોર્ટ ચેક કરાતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાતમાં પ્રવેશવા 72 કલાકમાં કરાવેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ જરૂરી
  • રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી વાહનો રોક ટોક વિના દાહોદમાં પ્રવેશે છે

ગુજરાત સરકારની સુચના પ્રમાણે દાહોદના કલેક્ટરે 31 માર્ચે આદેશ કર્યા હતા. તે પ્રમાણે બીજા રાજ્યમાંથી આવનારાના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવા જરૂરી છે. અને તેની ચકાસણી બોર્ડર પર કરવાની છે. પરંતુ આવી કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. જેમાં વાહનો રોક ટોક વિના ગુજરાતમાં પ્રવેશી રહ્યાં છે.

મધ્ય પ્રદેશ પરિવહનની બસો પણ બિન્દાસત રીતે ગુજરાતમાં ઘુસી રહી છે

રાજય સરકાર દ્વારા અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે આ સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ જિલ્લામાં અન્ય રાજયોમાંથી દાહોદમાં પ્રવેશતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ જે 72 કલાકમાં કરેલો હોવો જોઇએ અને નેગેટીવ હોવો જોઇએ તો જ જિલ્લામાં પ્રવેશ મળશે તેમ જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું કે, તા. 1 એપ્રીલ, 2021થી ગુજરાત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ એટલે કે રોગચાળા નિયત્રંણ કાયદા અંતર્ગત કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આગામી તા. 1 એપ્રીલની મધરાતથી જે લોકો અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશે છે, ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો દાહોદમાં પ્રવેશતા હોય છે. ત્યારે જે પણ અન્ય રાજયોમાંથી દાહોદ જિલ્લામાં પ્રવેશે છે તે તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરેલો હોવો જોઇએ તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ. તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે.

જયારે આ સુચનાનુ કોઈ પાલન કરવામાં ન આવતુ હોવાનુ ગુજરાત મધ્ય પ્રદેશની દાહોદ પાસે આવેલી ખંગેલા બોર્ડર પર જોવા મળ્યુ છે. કારણ કે કોઈ પણ વાહનને રોકીને રિપોર્ટ ચેક કરવામાં આવતા નથી. જેથી વાહનો તો ઠીક મધ્ય પ્રદેશ પરિવહનની બસો પણ બિન્દાસત રીતે ગુજરાતમાં ઘુસી રહી છે. જે રાજ્યના મહાનગરો સુધી જાય છે. આમ કલેક્ટરની સુચના કાગળ પર હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: