બેઠક: યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે સુમેળભર્યુ સંકલન જરૂરી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં સંકલન-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરે યોજી

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. પોતાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વિકાસકાર્યોને વેગવાન બનાવીને સત્વરે લોકો સુધી પહોંચતા કરવા સૂચન કર્યું હતું.

સરકારના વિવિધ વિભાગો પરસ્પર સંકલનથી સારી રીતે કામ કરી શકે છે. કોઇ પણ યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે તેના સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન હોય તે જરૂરી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. ડો. ગોસાવીએ એવું રચનાત્મક સૂચન પણ કર્યું હતું કે, પ્રતિમાસના ત્રીજા શનિવારે યોજાતી સંકલનની બેઠકમાં વિભાગે અન્ય વિભાગ સાથે યોજનાના સંકલનમાં પડતી મૂશ્કેલીઓ ચર્ચા કરી નિકાલ લાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: