બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: હિમાંશુ નાગર

  • ચોથી બાળકી જન્મી તો નિરાશ માંબાપ સ્વીકારવા તૈયાર ન થતાં મહિલા તબીબે મનાવ્યા
  • બાળકી સ્વસ્થ છે અને માતા પિતા હવે બાળકીને રાકવા તૈયાર છે – ડો.કિંજલ નાયક

દાહોદના રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે એક પરીનો જન્મ થયો છે. પરંતુ જાણે તેના જન્મ થતાની સાથે જ તેની કરમની કઠણાઇની શરુઆત થઇ ગઇ હતી. બીજી તરફ કુદરતનો નિયમ છે કે બચાવવા વાળો હંમેશા મહાન હોય છે. તેવી જ રીતે આ પીએચસીની મહિલા તબીબે દેવદુત બનીને આ નવજાતને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી લીધી હતી. આમ બાળકીને નવજીવન તો બક્ષ્યુ જ છે. પરંતુ તેની સાથે માતા પિતાની છત્રછાયાનો હક્ક પણ આપાવ્યો છે.

ડો.કિંજલ નાયકને જણાવ્યુ હતુ કે બાળકી હલન ચલન કરતી નથી

આ વિસ્તારમાં એક દંપત્તિ લગ્નમાં આવ્યુ હતુ. જેમાં પત્નીને પુરા દિવસો જતા હતા ત્યારે તેને પ્રસુતિની પીડા ઉપડતાં રેંટિયા આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. જ્યાં સવારે 10.07 મિનિટે એક ફુલ જેવી બાળકીને કુદરતી રીતે જન્મ આપ્યો હતો. તેનુ વજન પણ 2.980 કિલો હતુ. જન્મ વેળાએ આ બાળકીની તબિયત સ્થિર હતી. પરંતુ થોડા સમયા પછી અહીંની સ્ટાફ નર્સે પીએચસીના ડો.કિંજલ નાયકને જણાવ્યુ હતુ કે બાળકી હલન ચલન કરતી નથી. જેથી તબીબે તપાસ કરી બાળકીને મોઢાથી શ્વાસ આપી છાતી પર દબાણ કરી ઓક્સિજન ચઢાવ્યો હતો. જહેમત બાદ બાળકીની તબિયત સુધરી હતી.

હાલ દવાખાનામાં બાળકી સારવાર લઇ રહી છે

નવજાત બાળકીના માતા પિતા તેના સ્વાસ્થ્ય વિશે જરા પણ ચિંતિત ન હતા. અને બેદરકારી ભર્યુ વર્તન કરતા જણાતા હતા. એક સમયે તો તેમણે જણાવી દીધું કે અમારે આગળ ત્રણ દીકરીઓ છે. અને અમારે આ છોકરી જોઇતી જ નથી. ત્યારે મહિલા તબીબના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પરંતુ તેમણે હિંમત ન હારીને બાળકીની સારવાર ચાલુ જ રાખી હતી. અને હાલ દવાખાનામાં બાળકી સારવાર લઇ રહી છે. ડો.કિંજલ નાયકે જણાવ્યુ હતુ કે બાળકીની તબિયત હાલ સારી છે અને તેના માતા પિતા પણ હવે કાળજી લઇ રહ્યાં છે. તેઓના મનમાંથી બધી બાબતો દુર કરી છે અને તેઓ હવે બાળકીને સાથે જ લઇ જશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: