બુટલેગરો બેફામ: દાહોદ જિલ્લામા ત્રણ અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, બે લેડી બુટલેગર સહિત કુલ ત્રણ બુટલેગરની અટકાયત

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Foreign Liquor Seized From Three Different Places In Dahod District, A Total Of Three Bootleggers Including Two Lady Bootleggers Detained

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી બે મહિલાઓની અટકાયત લીમડી-લીમખેડા રોડ પરથી સ્વીફ્ટ ગાડી સાથે એક બુટલેગર ઝડપાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ગઈકાલે 2,24 લાખનો દારૂ ઝડપાયો હતો. જ્યારે આજે પણ ત્રણ જુદી જુદી જગ્યાથી પોલીસે 80 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી અને બે લેડી બુટલેગર સહિત કુલ ત્રણ બુટલેગરની પોલીસે અટકાયત કરી છે.

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગત તા.10મી માર્ચના રોજ ગરબાડાના દેવધા ગામે નિશાળ ફળિયામાં રહેતી શુશીલા મનાભાઈ ડામોર પોતાના કબ્જાની મીણીયાના થેલામાં વિદેશી દારૂ ભરી ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થતી પોલીસને શંકા જતા તેના પાસેના મીણીયાની થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી રૂપિયા 26 હજાર 910ની કુલ 270 નંગ બોટલો મળી આવી હતી. લીમખેડા પોલીસે મહિલાની અટકાયત કરી પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે પોલીસે બીજી મહિલા બુટલેગરની પણ પાલ્લી ગામેથી જ અટકાયત કરી હતી. પાલ્લીના ગરબાડાના દેવધા ગામે નિશાળ ફળિયામાં રહેતી રમીલા નવલભાઈ દેહદા ગત તા.10મી માર્ચના રોજ પોતાની સાથે મીણીયાના થેલામાં વિદેશી દારૂ ભરી ઉભી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસને તેની ઉપર પણ શંકા જતાં તેની પાસે જઈ મીણીયાના થેલાની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી રૂપિયા 26 હજાર 130ની કિંમતની કુલ 210 નંગ બોટલ સાથે મહિલાની અટકાયત કરી આગળની કર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે પોલીસે એક બુટલેગરની ઝાલોદ તાલુકાના લીમડીનગરથી અટકાયત કરી હતી. લીમડી-લીમખેડા રોડ પર પોલીસની વોચ દરમિયાન એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી. તેની પુછપરછ કરતાં પોતાનું નામ સંજય ડામોર (રહે.છાણી કેનાલ પાસે, વડદરો અને મુળ રહેવાસી કાંકરાકુંવા, મછાર ફળિયું, તા.ઝાલોદ,જિ.દાહોદ) જણાવ્યું હતું. આ આ બાદ તેની ગાડીની તલાસી લેતાં પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ.168 કિંમત રૂા.27 હજાર 480ના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબ્જે લઇ લીમડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: