બીજી પત્ની લાવવા ત્રાસ આપતાં શિક્ષક પતિ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- તું મને ગમતી નથી, મારે બીજી બૈરી લાવવાની છે તેમ કહી હેરાન કરતો હતો
- સહકર્મી શિક્ષિકા જોડે પ્રેમસંબંધ હોવાના કારણે ત્રાસ આપતો હતો
દે. બારિયામાં ભાડેથી મકાન રાખીને રહેતા 40 વર્ષિય ગાયત્રીબેન નગીનભાઇ અસારીના લગ્ન 21 વર્ષ પૂર્વે અરવલ્લીના ભટેડાના નગીનભાઇ મગનભાઇ અસારી સાથે થયા હતા. નગીનભાઇ કંજેટા પ્રા.શાળામાં ફરજ બજાવતાં હોય તેઓ બારિયામાં ભાડેથી મકાન રાખી બન્ને જણા રહેતા હતા. બન્નેને સંતાનોમાં 20 વર્ષનો છોકરો અને 17 વર્ષની છોકરી છે. બાદ દોઢ વર્ષ પૂર્વે નગીનભાઇ તુ મને ગમતી નથી.
મારે બીજી બૈરી લાવવાની છે તારે રહેવુ હોય તો રહે નહી તો પિયરં જતી રહે મને તારી જરૂર નથી. તેમ કહી ગાયત્રીને મ્હેણા ટોણા મારતો હતો. તેમ છતાં સંતાનોનું વિચારી સહન કરતા હતા. નગીનભાઇ હેરાન કરતા હોવાથી ગાયત્રીબેન પિયરમાં જતા રહ્યા હતા. ભાઇ અને બહેનોએ સમાજ મારફતે બન્ને પતિ પત્નીનું સમાધાન કરાવ્યું હતું પરત નગીનભાઇ સાથે પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ ફરીથી તુ મને ગમતી નથી.
મારે બીજી બૈરી લાવવી છે તેમ કહી મારઝુડ કરવા લાગ્યા હતા. તા.21 ઓગસ્ટે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રેખાબેન છેલાભાઇ જાદવને લાવવાની છે. કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બારિયા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed