બાલસખા યોજના: દાહોદ જિલ્લામાં તબીબોને બાલસખા 3 યોજનાના નાણાં ચૂકવવામાં વિલંબ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયા2 કલાક પહેલા
- કૉપી લિંક
- કુપોષણ અટકાવવા સાથે બાલસખા યોજના કાર્યાન્વિત કરાઇ હતી
- બાલસખા ત્રણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 14 તબીબો સંકળાયેલા છે : ફેબ્રુ. 20થી નાણાંની ચૂકવણી નહીં
આદિજાતિ જિલ્લા દાહોદમાં નવજાત બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તેમજ ઓછા વજન સાથે જન્મેલ બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારાઓનલાઇન ફેબ્રુઆરી-2020થી બાલસખા યોજના અમલી બનાવવામાં આવી હતી. જેમાં જિલ્લાના 14 જેટલા બાળરોગ નિષ્ણાંત તબીબોને અધિકૃત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓને છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી સારવારના બદલામાં સરકારી ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર કોઈ પણ ખર્ચ કે બીલ ચૂકવ્યા નથી.
દાહોદ જિલ્લામાં કુપોષણનું પ્રમાણ વ્યાપક છે. ખાસ કરીને બાળકો તેનાથી વધારે પ્રભાવિત થયેલા છે. તેથી સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળકોમાં કુપોષણ દૂર થાય અને જન્મતાંની સાથે તેને સારવાર મળી રહે તે માટે બાલસખા 3 યોજના અમલી બનાવી હતી. જેમાં બાળરોગ નિષ્ણાંત તબીબો પાસેથી ઓનલાઈન એપ્લિકેશન મંગાવીને બાલસખા યોજના અન્વયે સારવાર માટેના એપ્રુવલ અપાયા હતા. ફેબ્રુઆરી 2020થી જિલ્લાના 14 જેટલા તબીબો બાલસખા યોજના સાથે સંકળાયેલા છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ કે બીલ ચૂકવાયા જ નથી.
આ પરિસ્થિતિના કારણે તબીબો મુશ્કેલીમાં મૂકાયા છે. “બાલસખા” યોજના તો અમલી છે પણ તેમણે સાંભળનાર કોઈ “સખા” આરોગ્ય વિભાગમાં નથી. છેલ્લા એક વર્ષનો નાણાંકીય ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ જન્મી છે. જો કે હાલ કોરોના મહામારીમાં પણ છેલ્લા દોઢ વર્ષથી સારવાર કરતા તબીબો ને દિલ ન ચૂકવાતા તેઓ ભારે હાલાકીમાં મુકાયા છે આ યોજના જો આ ખાનગી હોસ્પિટલના તબીબો બંધ કરી દેતો દાહોદ જિલ્લામાં રાજ્યમાં અગ્રેસર તો છે પરંતુ સમગ્ર ભારતમાં કુપોષણમાં અગ્રેસર દાહોદ જિલ્લો બની જાય અને બાળમૃત્યુદરનું પ્રમાણ ખૂબ વધી જાય તેવી ભિતી છે.
એક પણ રૂપિયો આવ્યો નથી છતાં યોજના ચલાવીએ છીએ
0થી 28 દિવસના તાજા જન્મેલા બાળકોને તમામ સારવાર વિનામૂલ્યે આપવાની આ યોજના આરોગ્ય વિભાગ દ્વારા ચાલે છે. જેમાં ઓનલાઇનપોર્ટલ 1 થયા બાદ તમામ તબીબો ને ખૂબ મોટી તકલીફો પડે છે ઓન લાઇન ક્વેરી જનરેટ કર્યા કરે છે. ફેબ્રુઆરી 2020 થી આજદિન સુધી અમારી હોસ્પિટલનો એક પણ રૂપિયો પેમેન્ટ આવ્યું નથી તે છતાં અમો આજે પણ આ યોજના ચલાવીએ છીએ.>ડો.અક્ષય મોદી,યોજનાથી જોડાયેલા તબીબ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed