બારોબાર ઉપાડ: દેવગઢ બારીયાના મોટી ઝરીના યુવકના ખાતામાંથી બારોબાર રૂ. 50 હજાર ઉપડી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રૂ. 1 લાખ 3 હજાર જમા હતા જેમાથી રૂ. 50 હજાર બારોબાર ઉપડી ગયા

દાહોદ જિલ્લામાં એટીએમમાંથી બારોબાર નાણા ઉપાડી લેવાના ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે એક 38 વર્ષીય યુવકના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે નાણા સેરવી લીધા છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી અથવા એટીએમ માધ્યમથી રૂ.50 હજાર ઉપાડી લઈ છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાવામા આવી છે.

ગત તા.15મી જુલાઈથી તા.16મી જુલાઈના રોજના સમયગાળા દરમિયાન દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ખોડી ખાખર ફળિયામાં રહેતાં 38 વર્ષીય દિપસીંગભાઈ શકરાભાઈ બારીયાના બેન્ક ખાતામાં રૂ.1 લાખ 3 હજાર જમા હતાં. આ બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે કોઈ ઈલેક્ટ્રોનીક માધ્યમથી અથવા એટીએમમાંથી રૂ.50 હજાર ઉપાડી લીધા હતા. આ સંબંધે દિપસીંગભાઈ શકરાભાઈ બારીયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ દાહોદ પોલીસે રાજસ્થાનથી આવા એક ભેજાબાજ બેન્ક કર્મીની ધરપકડ કરી હતી. આ ગેંગ એટીએમમાં જઈ મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ તેમણે બનાવેલી ડિવાઇસમાં સ્કેચ કરી લઈને પીન નંબર જાણીને નાણા ઉપાડી લેતી હતી. જેનો પર્દાફાશ થયા બાદ આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. ત્યારે તે દિશામા પણ તપાસ કરવામા આવશે તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: